હૈદરાબાદ શાદનગરમાં તબીબ ઉપર રેપ અને તેમની નિર્મમ હત્યાના કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આજે સવારે કેસના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. રેપ કેસના આરોપીઓ ભાગવા જતા હતા ત્યારે પોલીસે તેમને ઠાર કર્યા છે. આ ધટના નેશનલ હાઈવે ૪૪ પર બની છે. પોલીસ રિકંસ્ટ્રકશન માટે તેમને ધટના સ્થળ પર લઈ ગઈ હતી, ત્યારે ચારે આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે આ લોકોને રોકવાની કોશિશ કરી પરંતુ તેઓ અટકયા નહીં અને તેમનું એન્કાઉન્ટર કરી દેવાયું. જણાવી દઈએ કે હૈદરાબાદ શાદનગરમાં તબીબ પર બાળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસ ચારે આરોપીઓ શિવા, નવીન, કેશવુલૂ અને મોહમ્મદ આરિફને પોલીસ રિમાન્ડમાં રાખ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓને કેસના રિક્રિએશન માટે ધટના સ્થળ પર ફ્લાયઓવર નીચે લઈ ગઈ હતી, જયાં પીડિતાને સળગાવવામાં આવી હતી. ત્યાં ક્રાઈમ સીનને રીક્રિએટ કરવામાં આવી રહ્યો હતો. આરોપીઓએ ભાગવાની કોશિશ કરી અને પોલીસે તેમના પર ગોળી ચલાવી જેમાં ચારે આરોપીઓ ઠાર થયા છે. આ ધૂણાસ્પદ કૃત્યના કારણે આખા દેશમાં લોકોમાં આરોપીઓને કડકમાં કડક અને જલદી સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી.
સૌજન્ય : અકિલા ન્યુઝ