હાલોલ જીઆઇડીસી માં આગની ઘટના બની છે. અહીં આવેલા રંગીલા ઈન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. હાલોલ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં લાગ્યું છે.
સવારનાં 11 વાગ્યાની આસપાસ હાલોલમાં આવેલ રંગીલા ઈન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબુમાં મેળવવા માટે હાલોલ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ભયંકર આગ કયા કારણોસર લાગી તેની હજી જાણ થઈ નથી. જોકે, આ દુર્ઘટનામાં હાલ કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી. આગને કારણે આસાપાસની કંપનીઓનાં માલિકો તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આગને કારણે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કલાકો બાદ આગને કાબુમાં લીધી હતી, તપાસ બાદ જ આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી તેની જાણ થશે.
પંચમહાલ રાજુ સોલંકી