Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતમાં ગરીબી એટલે આર્થિક નબળો વર્ગ નહીં ? પરંતુ વ્યક્તિગત જીવનનો થશે અભ્યાસ…જાણો વધુ…???

Share

* હવે ગરીબી હેઠળ જીવતા પરિવારોના લિવિંગ સ્ટાન્ડર્ડ તપાસવામાં આવશે

* ગરીબી માત્ર આર્થિક ધારાધોરણો હેઠળ નહીં ? પરંતુ વ્યક્તિની જીવનશૈલી પર નક્કી થશે

Advertisement

* આગામી સમયમાં ભારતે ગરીબી નાથવા રોજગારી પણ ઉભી કરવી પડશે

આગામી સમયમાં પૈસાથી નહિ પરંતુ જીવન કેવું જીવાય છે તેના પરથી ગરીબી રેખા નક્કી કરવામાં આવશે સમય, સ્થિતિ ,સમય, કાળ ક્યારેય કાયમી રહેતા નથી રૂપિયા જ બધું છે તે હવેના સમયમાં આવું કહેનારા ચેતી જજો. જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવતા હોય છે. સમાજમાં રહેવા માટે રીતરિવાજ સમયાંતરે બદલાતાં રહે છે. પ્રથા અને માન્યતામાં પણ સુધારો થતો હોય છે. આથી ભારત સરકાર દ્વારા ગરીબી રેખાના ધોરણ માં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ગરીબી નક્કી કરવા વ્યક્તિગત આવકના આધારે નહીં પરંતુ વ્યક્તિના લિવિંગ સ્ટાન્ડર્ડ ને ધ્યાનમાં રાખીને ગરીબી રેખા હેઠળ આ પરિવાર આવે છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર સરકારી રાહે ગરીબીના માપદંડો બદલાઈ રહ્યા છે. ભારતીય સામાજિક વ્યવસ્થા અને સરકારી ધોરણે ગરીબીની રેખા ની વ્યાખ્યા હવે માત્ર પૈસા અને આવકના સ્ત્રોત ઉપર જ નહીં નક્કી થાય પરંતુ ગરીબીની રેખા નક્કી કરવા માટે ઘર શિક્ષણ સેનેટાઈઝર શૌચાલય અને અન્ય સવલતો નો પણ ગરીબી રેખા નક્કી કરવા માટે ધ્યાને લેવામાં આવશે તેવું કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

દેશમાં કોરોના એ કેટલીક મહત્વની બાબતો જણાવી છે. જેમાં હેલ્થ કેર શિક્ષણ અને જાગૃતિ પૂરતુ પાણી સેનિટાઇઝર પોષણયુક્ત આહાર જીવનશૈલી વગેરે બાબતો ધ્યાનમાં આવતા ગરીબીના સરકારી રાહે માપદંડો બદલાઈ રહ્યા છે.ગરીબી એટલે રૂપિયાથી નબળો વર્ગ નહીં પરંતુ તેની જીવનશૈલી પણ જોવામાં આવશે ગરીબી રેખાની અંદર વાર્ષિક વૃદ્ધિદર ને પણ ધ્યાનમાં રાખવામાં આવશે અને વૈશ્વિક સ્તરે પણ ભારતે ગરીબીને નાથવા માટે નવી રોજગારીનું સર્જન પણ કરવાનું રહેશે. આગામી સમયમાં ગરીબી એટલે માત્ર આર્થિક પાસા પર જ નહીં પરંતુ અહીં જીવનશૈલીને લગતા તમામ નિયમો ને ધ્યાનમાં રાખવામાં આવશે વ્યક્તિગત રીતે નહિ પરંતુ પરિવાર ની રહેણીકરણી વગેરેનો એક અભ્યાસ કર્યા બાદ ગરીબીના ધોરણો નક્કી કરવામાં આવશે.


Share

Related posts

પાલેજ ગ્રામ પંચાયત અટવાયેલા શ્રમિકોની વ્હારે આવી બીજા રાઉન્ડમાં ૨૫૨ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચના જુના તવરા ગામે પાંચ દૈવી મંદિરના નવમા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

નડિયાદમા બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ કરતા દુકાન માલિક સામે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!