વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરના આદેશ પ્રમાણે એપ્રિલ ૨૦૧૯માં નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગુજરાતમાંથી ૫૧૦૦ કરોડ દંડ પેટે ઉઘરાવવાનો ટાર્ગેટ અપાયો છે. એકલા મહેસાણા જિલ્લાને ૧૩૮.૧૮ લાખનો ટાર્ગેટ અપાયો છે.
આ સંદર્ભેનો પત્ર બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ૨.૪૦ લાખ કરોડનું જંગી દેવું ધરાવતી ગુજરાતની ભાજપ સરકારની નીતિ-નિયત અને બે મોઢાની વાતો ખુલ્લી પડી ગઈ છે.
ખોબે ને ખોબે મત આપી ને ચૂંટી લાવેલા ધારાસભ્યો નું સૂચક મૌન જનતા માટે અકળાવનારું છે ત્યારે પ્રજા એ સવિનય કાનૂન ભંગ ની લડત લડવા માટે સજ્જ થવું પડશે.
ભાજપ સરકારના અવિચારી પગલાં અને કાયદા ના કારણે મધ્યમવર્ગીય જનતા ને વધુ વેઠવું પડતું હોય છે પણ એ શું કરે એમણે જ હોંશે હોંશે મતો ના ઢગલા કરી સત્તા સ્થાને બેસાડ્યા છે.
જે પ્રજા નો રાજા વેપારી..તે પ્રજા ભીખ માંગતી જ થઈ જાય છે એવું ઘણા લોકો ના મુખે સાંભળ્યું છે તે સાબિત થઈ રહ્યું છે.
મોટર વ્હીકલ એક્ટ 2019 મુજબ સરકારે ગુજરાતમાં ૪૦૦થી ૯૦૦ ટકાના જંગી દંડ વધારાની જાહેરાત કરી છે, આ દંડ જાહેર કર્યા બાદ ગુજરાતની ભાજપ સરકાર વારંવાર એવું રટણ કરી રહી છે કે, સરકારને દંડની રકમમાં કોઈ રસ નથી, લોકોની સલામતી માટે કાયદો છે.
Advertisement