સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા તા.5 મી સપ્ટે.નાં રોજ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ આંગણવાડી -આશા અને ફેસીલીએટર બહેનો,રાષ્ટ્રવ્યાપી માંગણી દિવસનાં ભાગરૂપે ધરણાં તથા રેલી- આવેદન પત્રો આપવાનો કાર્યક્રમ યોજાશે…
બંને યુનિયનોની યાદીમાં જણાવાયું છે કે, વડાપ્રધાનશ્રી દ્વારા સપ્ટે.2018 માં આંગણવાડી બહેનોના માનદવેતનમાં જાહેર કરાયેલ રૂ. 1500/- નો વધારો ગુજરાતના નાણામંત્રી દ્વારા ફેબ્રુ.2019માં વિધાનસભામાં આશા ફેસીલીએટર બહેનોનાં ભથ્થાંમાં જાહેર કરેલ રૂ.2000નો વધારો હજી સુધી ચૂકવાયો નથી.
ગુજરાતના ગામડે ગામડે અને શહેરની ગરીબ વસ્તીમાં કુપોષણ સામે કામ કરતી આંગણવાડી બહેનો તથા આરોગ્ય સેવા પૂરી પાડતી બહેનો પાસેથી 80 હજારનો પગાર મેળવતા સરકારી નોકરિયાત કરતાં પણ વધુ કામગીરી લેવાતી હોવા છતાં, તદ્દન નજીવું માનદવેતન તથા નજીવું કામગીરીનું વળતર ચૂકવાય છે. આંધ પ્રદેશ, દિલ્હી,હરિયાણા જેવા રાજ્યોમાં પણ આંગણવાડી અને આશા વર્કરોને માસિક રૂ.10000/- ચૂકવાય છે. તે સામે બહેનોમાં ભારે રોષ પ્રવૃતિ રહ્યો છે…
તાજેતરમાં, સરકાર દ્વારા પોષણ સપ્તાહની મોટી મોટી જાહેરાતો કરી છે. કરોડો રૂપિયાના ખર્ચે આંગણવાડી આને મોબાઈલ ફોન આપવાની જાહેરાતો કરી છે. ગણપતિ ઉત્સવ તથા મહોરમ જેવા તહેવારોમાં રવિવારની રજાઓ રદ કરી છે. રોજ સવારે 9 થી 5 સુધીનાં કાર્યક્રમો ઉજવણી જાહેર કરેલ છે. પરંતુ ખાટલે મોટી ખોટ છે બાબતે સરકાર નિરૂત્સાહી છે. આંગણવાડીમાં બાળકોને અપાતાં આહાર માટે, દા:ત, લીલા શાકભાજીમાં બાળકદીઠ 0/10 પૈસા ચૂકવાય છે. 25 બાળકોનું લીલા શાકભાજી રૂ.2/50 પૈસામાં આપી શકાય ખરૂ ? હકીકતે ખાનગી કંપની પાસેથી લાખ્ખોની ખરીદી કરીને તૈયાર પેકેટો અપાય છે. જે ઢોર પણ ખાઇ શકતા નથી…
કોઈ જ પુખ્ત વિચારણા વિના આઈ.સી.ડી.એસ. વિભાગ બંધ કરી પ્રિ સ્કૂલ શરૂ કરવની વિચારણા કરાઇ છે. તેનો વિરોધ ચારે તરફથી થઈ રહ્યો છે.
તા: 5મી એ- સન્માનજનક લધુતમ વેતન, કાયમી કરવા, પ્રિસ્કૂલ આઈ.સી.ડી.એસ. માં જ રાખવા, નિવૃતિ વય મર્યાદા વધારા, કામનો બોજ ઉજવણીઓ આઓછી કરવા, બાળકોનાં આહારની માત્રા, દરોમાં વધારો કરવા, પેન્શન, પ્રો.ફંડ, ગ્રેચ્યુઈટી, લાભ આપવા, જિલ્લા ફેરબદલી આપવા સહિતની માંગણીઓનો સમાવેશ કરતાં આવેદનપત્રો અપાશે…
5 મી સપ્ટે.. ગુજરાતના તમામ જીલ્લામાં આંગણવાડી આશા અને ફેસીલીએટરો બહેનો દેખાવો- ધરણાં યોજી આવેદન અપાશે …
Advertisement