Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના ત્રણ સિનિયર આઇ.પી.એસ અધિકારીઓની કરાઈ બદલી : જાણો કોને ક્યાં મુકાયા ?

Share

રાજ્યના ત્રણ સિનિયર IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં વડોદરા પોલીસ કમિશનર તરીકે ડો સમશેર સિંઘને મુકાયા છે. IPS અધિકારી આરબી બ્રહ્મભટ્ટની બદલી કરીને તેમને એડિશનલ DG ઇન્ક્વાયરી (ગાંધીનગર) તરીકે મુકાયા છે. આ સાથે ઈન્ક્વાયરીઝનો હાલનો એડિશનલ ચાર્જ સાંભળતા બ્રજેશ કુમાર ઝાને મુક્ત કરવામાં આવશે. આરબી બ્રહ્મભટ્ટને આ સાથે માનવ અધિકાર વિભાગ (ગાંધીનગર)નો વધારાનો હવાલો સોંપાયો હોવાથી તેને હાલ એડિશનલ ચાર્જમાં સાંભળી રહેલા વિનોદ કુમાર મોલને મુક્ત કરવામાં આવશે.

ડો. સમશેરસિંઘને વડોદરાના પોલીસ કમિશનર તરીકે બદલી કરાઈ છે. રાજુ ભાર્ગવને એડીજીપી આર્મ્સ યુનિટમાં મુકાયા છે. આર બી બ્રહ્નભટ્ટને પોલીસ હ્યુમન રાઈટના એડીજીપીનો વધારાનો હવાલો સોંપાયો છે. આ ઉપરાંત સેન્ટ્રલ ડેપ્યુટેશનથી આવેલા IPS રાજુ ભાર્ગવને એડિશનલ DG આર્મ્ડ યુનિટ્સ (ગાંધીનગર) તરીકે મુકાયા છે. તેમને આ પદે મુકવામાં આવતા ડો પ્રફુલા કુમાર રોશનને વધારાના હવાલાથી મુક્ત કરવામાં આવ્યા છે.

Advertisement

ADG કેડરના અધિકારી સમશેર સિંહ 1991 ની બેચના IPS અધિકારી છે. તેઓ પ્રતિષ્ઠિત IIT દિલ્હીના વિદ્યાર્થી રહી ચુક્યા છે અને ગુજરાત પોલીસમાં તેમણે વિવિધ પોસ્ટ ઉપર ફરજ બજાવી છે. પોલીસ બેડામાં તેઓ કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે.


Share

Related posts

વાપી ટાઉનમાં રવિવારી બજાર સજ્જડ બંધ

ProudOfGujarat

પૈસા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખીશ કહેવા વારો ભરૂચ નો વ્યાજ ખોર પ્રફુલ્લ મુસાવાળા જેલના સળીયા ગણતો થયો

ProudOfGujarat

શહેરના ખાડા મુદ્દે ભરૂચ નગરપાલિકા સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, લોકો બોલ્યા ચંદ્રયાન 3 એ જાહેર કરી પ્રથમ તસ્વીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!