એશિયાના સૌથી અમીર બિઝનેસમેન અને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44 મી એન્યુઅલ જનરલ મીટિંગ દરમિયાન જિયો-ગૂગલ ફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને જિયોફોન નેક્સ્ટ નામ આપવામાં આવ્યું છે. તેને 10 સપ્ટેમ્બરથી એટલે કે ગણેશ ચતુર્થીથી ખરીદી શકાશે.
કંપનીનો દાવો છે કે આ દેશનો જ નહિ પરંતુ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ ડેવલપ કર્યો છે આ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટ ફોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સનો સપોર્ટ કરશે. ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે.
સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. ફૂલી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો હતો. કોરોના મહામરીને કારણે આ વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ જામનગરથી થઈ રહી છે. કોરોના મહામારીને કારણે આ વખતે તેના શેર હોલ્ડર્સ અને રોકાણકારો વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. કોરોના મહામરીને કારણે આ વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ જામનગરથી થઈ રહી છે.
કોરોના મહામારીને કારણે આ વખતે તેના શેર હોલ્ડર્સ અને રોકાણકારો વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. રિલાયન્સે ઓ2સી બિઝનેસ માટે સાઉદી અરામકોને સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવ્યાની સત્તાવાર જાહેરાત મુકેશ અંબાણીએ કરી હતી. તેમણે કહ્યું સાઉદી અરામકોન ચેરમેન અને સાઉદી અરબના 430 અબજ ડોલરના સોવરેન વેલ્થ ફંડના ગર્વનર યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડ સાથે જોડાયા. યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડમાં ઈંડિપેંડેંટ ડાયરેક્ટર હશે. તેના આવવાથી રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત થઈ છે.