કચ્છના બે તાલુકામાં ચાર અને આઠ મી.મી. જેટલો નજીવો વરસાદ નોંધાયો છે. ઉતત્ર ગુજરાતના ત્રણ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ત્રણ, સૌરાષ્ટ્રમાં બે અને દક્ષિણ ગુજરાતમાં એક તાલુકામાં પણ નજીવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઈંચ નોંઘાયો છે.
તો સુરતના માંગરોળમાં 3 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં અઢી ઈંચ, ભાવનગરના મહુવા અને ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. તો મહીસાગરના લુણાવાડામાં 2 ઈંચ અને ભરૂચના વાલિયા અને બનાસકાઠાના ડીસામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાંથી અન્યત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે.
આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને તેને સંલગ્ન ઉત્તર પૂર્વ અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જેને લીધે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે.રાજ્યમાં વર્તમાન ચોમાસાની સિઝનનો સરેરાશ 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારે સવાર સુધીમાં વરસેલાવ રસાદના આંકડા મુજબ રાજ્યના 206 તાલુકાઓમાં પાંચ ઈંચ સુધીનો, 36 તાલુકામાં પાંચથી દસ ઈંચ અને નવ તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જરાત રીજયન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સરેરાશ 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 10.73 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 8.66 ટકા, સૌરાષ્ટ્રમાં 8.95 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 9.2 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
કચ્છના બે તાલુકામાં ચાર અને આઠ મી.મી. જેટલો નજીવો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના ત્રણ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ત્રણ, સૌરાષ્ટ્રમાં બે અને દક્ષિણ ગુજરાતમાં એક તાલુકામાં પણ નજીવો વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર શહેર, જીઆઇડીસી અને તાલુકાના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદ શરૂ થવાની સાથે જ જીઆઇડીસીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.