Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રેસ-કોન્ફરન્સમાં રોનાલ્ડોએ કોકની બે બોટલ હટાવતાં કંપનીના શેર તૂટ્યા : કંપનીને 30 હજાર કરોડનું નુકસાન.

Share

યુરો કંપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતાં સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાને કરોડોનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડીલ તોડી છે, ન તો તેણે કોઈ કંપનીને દગો આપ્યો છે.

તેણે તો ફક્ત સોફ્ટ ડ્રિંકની બોટલને પોતાના ડેસ્કથી 3-4 ફૂટ દૂર મૂકી દીધી હતી, જેથી કરીને કંપનીના માથે રાતોરાત સંકટ રૂપી પહાડ તૂટી પડ્યો હતો. યુરો કપમાં મંગળવારના રોજ પોર્ટુગલની પ્રથમ મેચના એક દિવસ પહેલાં સોમવારે ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ-કોન્ફરન્સમાં ભાગ લીધો હતોઆ કોન્ફરન્સ બુડાપેસ્ટ સ્ટેડિયમમાં યોજાઈ હતી.

Advertisement

રોનાલ્ડો અને પોર્ટુગલના કોચ ફર્નાન્ડો સાંતોસે પ્રેસ-કોન્ફરન્સ માટે પહોંચ્યો, તો કોકા કોલાની 2 બોટલ ત્યાં ટેબલ પર જ પડી હતી. રોનાલ્ડો જે પોતાની અનુશાસિત ડાયટ માટે જાણીતો છે તે કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો અને ગુસ્સામાં આવીને તરત જ ત્યાંથી બોટલ હટાવી દીધી હતી. રોનાલ્ડોએ કોકા કોલાની બોટલને નીચે રાખ્યા પછી પોતાની પાણીની બોટલ ટેબલ પર રાખી હતી. તેણે મીડિયાના માધ્યમથી લોકોને પાણી પીવાનો સંદેશ આપ્યો હતો. આ 25 સેકન્ડની ઘટના બાદ સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાના શેરનો ભાવ ગણતરીની મિનિટોમાં ડાઉન થવાનો શરૂ થઇ ગયો હતો.

જોતજોતાંમાં કંપનીના શેર 4 બિલિયન ડોલર (આશરે 30 હજાર કરોડ રૂપિયા) જેટલા પડી ભાંગ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, યુરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખૂલ્યું હતું, જેમાં એ સમયે કોકા કોલા કંપનીના શેરનો ભાવ 56.10 ડોલર હતો. લગભગ અડધો કલાક પછી રોનાલ્ડોની પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી અને ત્યારપછી ગણતરીની મિનિટમાં કોકા કોલાના શેર ગગડવા લાગ્યા હતા. પ્રથમ 55.22 ડોલર સુધી ગગડ્યા બાદ સતત કોકા કોલાના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. કંપનીના શેરના ભાવમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો અને કંપનીને આશરે 30 હજાર કરોડ રૂપિયાનો ફટકો પણ પડ્યો છે.


Share

Related posts

માંગરોળમાં મોસાલી વ્હોરા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠોરની ભાઈજાન ટીમ ચેમ્પિયન બની.

ProudOfGujarat

જામનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ભાજપા યુવા મોરચાની યાત્રા નું સ્વાગત કરાયું

ProudOfGujarat

જિન્માસ્ટિક ટ્રેમ્પલીન વર્લ્ડકપમાં હેડ ઓફ ડેલિગેશન તરીકે રાજપીપળાના પ્રો.હિમાંશુ દવેની પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!