Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ : રાજકીય માહોલમાં ગરમાવો.

Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. હવે ટૂંક સમયમાં નવરંગપુરા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરશે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા.

કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા હતા. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે જેમાં અનેક લોકો આજે આપમાં જોડાવામાં છે.

એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા. કેજરીવાલ આવતા જ અનેક કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી.
સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું, પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા. તમામ લોકો એકબીજાથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા.અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે.

આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

આજરોજ વિશ્વ મજુર દિનની ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં આવેલ મુઝમ્મીલ પાર્કમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઈદનાં દિવસે કોરોના વાયરસની મહામારી સામે લડતાં કોરોના વોરિયર એવા 108 નાં કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ પર ફૂલોની વર્ષા કરી સન્માન કર્યું હતું.

ProudOfGujarat

ઝઘડિયાના ખેડૂતના ખેતરમાં લાગેલ આગથી શેરડીના પાકને મોટું નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!