રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી માં કાર્ડની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. માઁ કાર્ડનો ઉપયોગ ગરીબ થઈ મધ્યમ વર્ગના દરેક લોકો ઉપયોગ કરી શકે છે જેથી સારવાર અર્થે થતા બીલો સામે સરકાર દ્વારા સહાય કરવામાં આવે પણ હાલ સુધી માઁ કાર્ડની કામગીરી અમુક એજન્સીઓને સોંપવામાં આવી હતી પરંતુ છેલ્લા 5-7 દિવસથી આ સેવાઓમાં સુધારા વધારા કરીને સરકારે પોતાના હસ્તે કરી દીધી છે.
સરકાર દ્વારા નવા માઁ કાર્ડ બનાવાની સેવાઓ તો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ શહેરો સ્થિત સરકારી હોસ્પિટલો સેન્ટરો તો શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ તેનો લાભ મળી રહ્યો નથી. ભરૂચની જ વાત કરીયે તો ભરૂચ જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે નવા માઁ કાર્ડ બનાવાની જોગવાઈમાં કોઈ લાભ મળી રહ્યો નથી. જેથી હોસ્પિટલે આવતા દર્દીઓને હાલાકી વેઠવાનો અને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. જે એજન્સીઓને માઁ કાર્ડ બનવાનું કામ સોંપવામાં આવ્યું હતું તેની જગ્યા પર સરકાર દ્વારા માણસો રોકવામાં આવ્યા છે. માણસો તો છે પણ પૂરતા સાધનો નથી. સરકારે હવે એજન્સીઓ પાસેથી નવા માઁ કાર્ડ બનાવાને લગતા સાધનો ખરીદવા પડશે જે હાલ સુધી ખરીદવામાં આવ્યા નથી. સરકાર પાસે બાયોમેટ્રિક મશીન નથી, પૂરતી સિસ્ટમો નથી, સેવા શરૂ કરવા માટે ફિંગર પ્રિન્ટ મશીન, ફેસ સ્કેન મશીન, કેમેરો, કમ્પ્યુટર, પ્રિન્ટર જેવી આવશ્યક વસ્તુઓની જરૂરિયાત છે પરંતુ સરકાર હજુ માઁ કાર્ડ સેવા અંગે કોઈ નિર્ણય લઇ શકી નથી. ગરીબ વર્ગના લોકો કે જેઓ માઁ કાર્ડ પર જ નિર્ભર હોય છે તે લોકોનું શું ? જેની પાસે મોબાઇલ ફોન નથી જેઓ ગામડાઓના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા હોય છે તેવા લોકોને કેવી રીતે લાભ મળશે તે અંગે હવે જોવું રહ્યું. સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 5 દિવસથી 50 થી 60 જેટલાં લોકોને કોરોના જેવી મહામારીમાં ધક્કા ખાવા પડતા હોય છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ