જેમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ કોલેજો ઉપરાંત એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ અને નોન-પ્રોફેશનલ કોલેજનો પણ સમાવેશ થાય છે. વિવિધ યુનિવર્સિટીની બી.કોમ., બી.બી.એ.ની કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશથી ભીડ થશે અને તેથી યુનિ. માટે વધુ વર્ગ ખોલવાની મંજૂરી માગવામાં આવશે. તો અનેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ ફી વધારાની પણ તૈયારી કરી છે. આ માટે છેલ્લાં બે વર્ષથી ફી મુદે દબાણ લાવી રહ્યા હતા, એમાં હવે સરકારની મજબૂરીનો લાભ લઇ જંગી ફી વધારો કરાવી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં ડીગ્રી એન્જિનિયરિગ કોલેજો ઉપરાંત બી.એસ.સી., બી.કોમ., બી.એ., બી.બી.એ. કોર્સમાં પ્રવેશ માટે ભારે ધસારો થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ અંદાજે 6.83 લાખ વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશ માટે પાત્ર બનશે.
ધોરણ 12 માં માસ પ્રમોશન આપવામાં આવ્યા બાદ પરિણામ જાહેર થતાંની સાથે જ એન્જિનિયરિંગ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે લાંબી લાઈન થવાના તથા છેલ્લાં પાંચ વર્ષથી જે કોલેજોનાં પાટિયાં ઊતરી જાય એવી સ્થિતિ હતી એવી કોલેજોમાં પણ હાઉસફુલનાં બોર્ડ લગાવવા પડે એવી શક્યતા છે. રાજ્યની ડીગ્રી એન્જિનિયરિંગ સહિત બી.બી.એ., બી.સી.એ. અને બી.કોમની સ્વનિર્ભર કોલેજોમાંથી મોટા ભાગની કોલેજો બંધ થવાને આરે હતી, પરંતુ ધોરણ 12 ના માસ પ્રમોશન બાદ આ કોલેજોમાં પણ હાઉસફુલનાં પાટિયાં લાગી શકે છે. એટલું જ નહીં, છેલ્લાં બે વર્ષથી ફીના મામલે દબાણ કરી રહેલી સ્વનિર્ભર કોલેજો પણ ફી વધારો કરાવી ફરી એકવાર લૂંટફાટ ચલાવી શકે છે, જેનો ભોગ સામાન્ય વાલીઓ બનશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં CBSEની પરીક્ષા રદ કરવાના લીધેલા નિર્ણય બાદ ગુજરાતના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ 2 જૂને પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો.