Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં 80 થી વધુ મુસાફરોને ફૂડ પોઈઝનિંગની અસર

Share

ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો. આ ટ્રેનમાં લગભગ એક હજાર જેટલા પ્રવાસીઓ હાજર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગે મુસાફરોને ચક્કર, ઉલટી અને પેટમાં દુખાવાના બનાવ સામે આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ રેલવે હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમ, રૂબી હોલના ડોકટરો અને અન્ય રેલવે અધિકારીઓની સાથે તબીબી સહાય તત્કાલીન ધોરણે પુણે સ્ટેશન પર મોકલવામાં આવી હતી. પુણે રેલવે ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અને પીઆરઓ આ વિશે માહિતી આપી છે.

Advertisement

ટ્રેન રાતે 11.25 કલાકે પુણે સ્ટેશન પહોંચી અને મુસાફરોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. રેલવે અધિકારી રામદાસ ભીસેએ જણાવ્યું કે, મુસાફરોને ટ્રેન પરથી પ્લેટફોર્મ પર ઉતારી દેવાયા અને સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે, હાલ સુધી કોઈ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.


Share

Related posts

વડોદરામાં પુમા કંપનીના નામે ડુપ્લીકેટ ઘડિયાળ અને પર્સનું વેચાણ કરતી બે દુકાનોમાં પોલીસના દરોડા

ProudOfGujarat

અંકલેશ્વર : એસ.વી.ઇ.એમ. સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વડતાલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે વડતાલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!