વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ પડતા પાણી ભરાયા હોવાના અહેવાલો છે, ત્યારે રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી કહેર બનીને ત્રાટકી છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વીજળી પડતા 20 થી વધુના મોત નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે અને 50થી વધુ પશુના મૃત્યુ થયા છે. આ ઉપરાંત તુવેર, કપાસ, ગુવાર, કાપેલા ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે. લગ્નસરાનો પ્રારંભ થયા છે ત્યાં જ વરસાદ ત્રાટકતાં પાર્ટી પ્લોટમાં લગ્ન લેનારાઓને તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
ગુજરાતમાં વીજળી પડવાથી 20 થી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાંથી 4-4, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાંથી 3, અમદાવાદ-ખેડામાંથી 1-1 મૃત્યુનો સમાવેશ થાય છે.