Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિવાળીના સમયે મુસાફરીમાં સુવિધા વધારવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ

Share

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગૃહ મંત્રી એ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ રહે તે માટે રાજ્યનો માર્ગ અને પરિવહન વિભાગ સતત પ્રયત્નશીલ છે. સાથે તેમણે તહેવારોમાં પણ પોતાની ફરજ અદા કરતા એસ.ટી કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ લોકોની સુખાકારી માટે તહેવારો સમયે પોતાની ફરજ નિભાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્યશ્રી જે .એસ પટેલ, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ,, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ગુજરાત એસટી નિગમના એમ.ડી એન. એ. ગાંધી તથા ગાંધીનગર એસટી ડેપોના સ્ટાફ મેમ્બર્સ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

દાહોદ બ્રેકીંગ-*મિશન જેવી હોંશ અને મશીનરીની મદદ* !

ProudOfGujarat

ઝઘડીયાની કંપનીમાં કન્ટ્રકશનનું કામ કરતા કોન્ટ્રાક્ટરને ધમકી આપી માર માર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ની બિલ્ડ વેલ એન્જિનિયર્સ માં ૫.૧૦ લાખની ચોરી, ગવર્મેન્ટ કન્ટ્રક્શનનું કામ કરતી કંપનીમાં ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!