Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં હાર્ટએટેકથી 24 કલાકમાં 5 ના મોત, રાજકોટ-વડોદરામાં બે અને અરવલ્લીમાં એક વ્યક્તિનું મોત

Share

ગુજરાતમાં હાર્ટ એટેકને લઈને લોકોમાં ભય પ્રસર્યો છે. યુવાન અને આધેડ બાદ હવે નાના બાળકો પણ હાર્ટ એટેક આવતાં મોતને ભેટી રહ્યાં છે. રાજ્યમાં હવે રોજ બે ત્રણ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ શહેરોમાંથી 5 લોકોના હાર્ટએટેકથી મોત થયાના અહેવાલ સામે આવ્યા છે જેમા રાજકોટ અને વડોદરામાં બે જ્યારે અરવલ્લીમાં એકનું હાર્ટએટેકથી મોત થયું છે.

રાજકોટમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા હતા જેમાં શહેરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પ્રોફેસર મિતેષભાઈ ચૌહાણ અચાનક જ જતા ઢળી પડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મિતેષભાઈ કચ્છની નવોદય વિદ્યાલયમાં ફરજ બજાવતા હતા. આ સિવાય બીજા એક કિસ્સામાં રૈયા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય સુરેશભાઈ ગોહેલ એકાએક બેભાન થતા સિવિલમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ બે લોકોના મોત થયા હતા જેમાં તરસાલીમાં રહેતા 51 વર્ષના ભરત પરમાર અને વાસણા રોડ પરના સમીરભાઈ કૌલનું મોત થયુ છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં હાર્ટએટેકથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જેમાં પ્રાથમિક વિગત મુજબ તત્વ ઈન્સિટયૂટના સુપ્રીટેન્ડ ઓસીન પલાતનું વહેલી સવારે હાર્ટફેલ થતાં મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવાનને હૃદયમાં અચાનક દુખાવો ઉપડતા બેડ પર જ ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ફરજ પર હાજર ડોકટરે મૃત જાહેર કર્યો હતો.


Share

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ મળ્યો, રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડિયાની વિદ્યાર્થિની સંક્રમિત

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 10 નું 73.53 ટકા પરિણામ અને એમ.એમ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું 79.50 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!