Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલી અને વિદ્યાર્થીઓને પરિણામને લઈને હાશકારો : રૂટિન જેવી જ અપાશે માર્કશીટ.

Share

ધોરણ 10 અને 12 માં માસ પ્રમોશન તો સરકારે જાહેર કરી દીધું, પણ તેની માર્કશીટ તૈયાર કરવાની પદ્ધતિમાં શિક્ષણ બોર્ડ ગૂંચવાઈ ગયું હતું. પરિણામે, ખાસ સમિતિ બનાવી હતી, એનાં તારણો અને ફોર્મ્યુલાના આધારે માર્કશીટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હજુ પણ મૂંઝવણ છે કે પરિણામ સારું આવશે, પણ એમાં માસ પ્રમોશન લખેલું હશે તો ઉચ્ચ અભ્યાસથી માંડીને વિદેશ જવામાં નડતરરૂપ બનશે તો કારકિર્દી રોળાઈ જશે. વાલી-વિદ્યાર્થીઓની આ ચિંતાથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સજાગ હોવાથી તેણે નક્કી કર્યું છે કે ધોરણ 10 અને 12 ની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ વાલી-વિદ્યાર્થીઓમાં ચિંતા છે કે માર્કશીટમાં માસ પ્રમોશન લખેલું આવશે તો ભવિષ્યમાં કારકિર્દીમાં સમસ્યા ઊભી તો નહીં થાય ને ?

ના, ધોરણ 10 કે 12 ની માર્કશીટમાં માસ પ્રમોશનનો કોઈ ઉલ્લેખ નહીં હોય, પણ ફક્ત ગ્રેડિંગ સાથે સામાન્ય માર્કશીટ જ તૈયાર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડની માર્કશીટમાં કયાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં હોય. કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે નહિ. એટલું જ નહીં, કોઈ બાળકને ભવિષ્યમાં કોઈ એવું કહીને નહીં જાય કે પરીક્ષા વગર વિદ્યાર્થી પાસ થયો છે, એ પદ્ધતિથી માર્કશીટ તૈયાર કરવામાં આવશે.

Advertisement

ધોરણ 10 ની માર્કશીટ તૈયાર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલી ફોર્મ્યુલામાં સાવ ઠોઠ કે સામાન્ય પરીક્ષામાં પણ પૂરતા માર્ક ના લાવી શકતા હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.


Share

Related posts

નવસારી ગણદેવી રોડ ઉપર ભેંસ વચ્ચે આવી જતા બાઇક સવાર યુવાન ની મોત,એક યુવાન ગંભીર.

ProudOfGujarat

ભરૂચ : નારાયણ વિદ્યા વિહાર ખાતે નદી ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને બે મિનિટ સંવાદનો કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને AHTU પોલીસે ઝડપી પાડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!