Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10-12 ની પરીક્ષા ફીમાં 10% નો કર્યો વધારો

Share

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારાની અસર બોર્ડના લાખો વિદ્યાર્થીઓ પર પડશે. બોર્ડ રેગ્યુલર, રીપિટર અને ખાનગી સહિતના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની ફીમાં 10 ટકા વધારો કર્યો છે.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10, ધોરણ 12 સાયન્સ તેમજ કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી પ્રમાણે ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 10ની ફી 355 રુપિયાથી વધારીને 399 રુપિયા કરવામાં આવી છે જ્યારે ધોરણ 12 સાયન્સમાં ફી રુપિયા 655 થી વધારી રુપિયા 665 કરવામાં આવી છે અને ધોરણ 12 કોર્મસમાં નિયમિત ફી રુપિયા 490 થી વધારીને રુપિયા 540 કરવામાં આવી છે. ધોરણ 10 માં કુલ 13 કેટેગરી આવેલી છે જેમાં લઘુત્તમ રુપિયા 15 થી 40 સુધીનો વધારો કરાયો છે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષા 11 મી માર્ચથી 26 મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં ધંધાકીય હરિફાઇની રીસ રાખીને મશીનરી અને સાધનો તોડી નાંખ્યા.

ProudOfGujarat

ગુજરાતમાં વ્યાજખોરો સામે કુલ 847 ફરિયાદ દાખલ, 1039 આરોપીઓની ધરપકડ

ProudOfGujarat

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા અગાઉ રસ્તા અંગે થયેલ ખોટી રજુઆત સામે યોગ્ય પગલાં લેવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!