Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય સરકારના વર્ગ -૪ ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો

Share

ગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.ત્યારે હવે વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપીને સરકારે બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની યાદીમાં વર્ગ-4ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 7000 ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000 થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગણેશ સુગરની સામાન્ય સભા મોકુફ રાખવાનો હુકમ થતાં સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી.

ProudOfGujarat

નડિયાદના કપડવંજમાંથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોનાનાં વધુ ૧૯ કેસો મળી આવ્યા, અત્યાર સુધીનાં કુલ કેસોની સંખ્યા ૩૩૩ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!