Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯ નું વિમોચન કર્યું.

Share

પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ માહિતી ખાતા દ્વારા ગુજરાત દિપોત્સવી અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સાહિત્યકારો અને વાંચકોમાં ગુજરાત દિપોત્સવી અંકની પ્રતીક્ષા રહે છે.

માહિતી નિયામક ડી.કે.પારેખે મુખ્યમંત્રીશ્રીને ગુજરત દિપોત્સવી અંક વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, દિપોત્સવી અંક-૨૦૭૯ માં સર્વશ્રી ગુણવંત શાહ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, કુમારપાળ દેસાઈ, યશવંતભાઈ મહેતા, અજય ઉમટ, કૃષ્ણકાંત ઉનડકટ, ડૉ.દિનકર જોશી, ડૉ.ચંદ્રકાંત મહેતા, મધુરાય જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સર્જકોની કલમે થયેલા સર્જનને સંકલિત કરીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Advertisement

એટલું જ નહીં, આ દિપોત્સવી અંક-૨૦૭૯ માં ૩૧-અભ્યાસલેખો, ૩૬-નવલિકાઓ, ૧૯-વિનોદિકાઓ, ૧૧-નાટિકાઓ અને ૧૦૨-કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. દિપોત્સવી અંક ૫૯ જેટલી તસવીરો અને ચિત્રોથી નયનરમ્ય અને આકર્ષક બન્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ વિમોચન વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક માહિતી નિયામકો, સર્વશ્રી અરવિંદ પટેલ, પુલક ત્રિવેદી, મુખ્યમંત્રીનાં નાયબ માહિતી નિયામક ઉદય વૈશ્નવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

જૂની જીથરડી ખાતે જુગાર રમતા પાંચ ઈસમો ૧૧૪૨૦ ના મુદ્દા માલ સાથે ઝડપાયા

ProudOfGujarat

સુરત શહેરનાં અન્ય વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ચોરી તથા ઝુંટવી લેતી ટોળકીને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો મામલો : તપાસ પંચ સમિતિના નિવૃત જસ્ટિસ ડી.એ મહેતા હોસ્પિટલની મુલાકાતે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!