Proud of Gujarat
FeaturedGENERAL NEWSGujarat

પોલીસ શહિદ સ્મૃતિ દિવસ : વીરગતિને વરેલા દિવંગત પોલીસ જવાનોને મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રીએ કૃતજ્ઞતા પૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી

Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાંતિ, સલામતી અને સુરક્ષા સાથેના વિકાસથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેના મૂળમાં પોલીસ દળના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પોલીસ દળના ફરજ પરસ્ત જવાનો ગમે તેવી કુદરતી આફત કે અન્ય આકસ્મિક ઘટનાઓમાં પોતાના જાનની પરવા કર્યા વિના સ્વનો નહીં સમાજ સુરક્ષાનો ભાવ હૈયે રાખીને ફરજ બજાવે છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક કરાઈ પોલીસ અકાદમી ખાતે આયોજિત પોલીસ શહિદ સ્મૃતિ દિવસે દિવંગત પોલીસ કર્મીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ફરજ દરમિયાન વીરગતિને વરેલા પોલીસ કર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ઉમેર્યું કે, પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વિના, વાર-તહેવાર, કોઈપણ પ્રસંગ જોયા વિના ૨૪x૭ ફરજમાં ખડે પગે રહેતા પોલીસ કર્મીઓ સમાજ જીવનના સાચા રક્ષક છે. તેમણે કહ્યું કે, પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ અન્યના જીવ બચાવવા એટલું જ નહીં, કપરા સમયે ફરજ પર અડગ રહી સમાજ સુરક્ષા કરવી એ વિચારનો અમલ જ પોલીસ કર્મીઓની કર્તવ્ય નિષ્ઠાને વંદનને પાત્ર બનાવે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના દૃષ્ટિવંત નેતૃત્વમાં પોલીસ દળનું મોરલ બૂસ્ટ અપ થયું છે. ગુજરાત આજે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. વિશ્વભરના રોકાણકારો, ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણો માટે આવે છે કેમકે તેમને શાંતિ, સુરક્ષા, સલામતીનો અહેસાસ આપણા પોલીસ દળની નિષ્ઠાપૂર્વકની ફરજોથી થાય છે તેનો મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળના વીર શહીદોના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના પ્રગટ કરતા કહ્યું કે, રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે છે અને જરૂર જણાયે વધુ સક્રિયતાથી પડખે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે.

વીર પોલીસ જવાનોના બલિદાન, ત્યાગ અને સમર્પણની સ્મૃતિ સદાકાળ ચિરંજીવ રાખીને ગુજરાતની શાંતિ, સુરક્ષા, સલામતી અને વિકાસની ગાથા અવિરત ગતિશીલ રાખવા સૌને સાથે મળી આગળ વધવાનું આહવાન આ તકે મુખ્યમંત્રીએ કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૧૯૫૯ માં ૨૧ ઓક્ટોબરે લદાખમાં હુમલામાં શહિદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિ કાયમ રાખવા દર વર્ષે ૨૧ મી ઓક્ટોબરને પોલીસ શહિદ સ્મૃતિ દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવે છે તેની ભૂમિકા આપી હતી.


Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામે પોલીસથી બચવા કુવામાં પડી ગયેલા બૂટલેગરનું મોત.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ : કામ અર્થે આવેલા લોકો અટવાયા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરમાં હશનૈન સિપાઈ યુવા ગ્રુપ નો પ્રથમ સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!