Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર, યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાવાની આશંકા

Share

ગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવમાન વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તેજની અસર ગુજરાત પર થશે નહીં. IMD ના જણાવ્યા અનુસાર રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે જો કે આ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું હતું કે કેટલીકવાર વાવાઝોડું તેની આગાહી કરેલો રસ્તો અને તીવ્રતા બદલી શકે છે જેવી રીતે બિપરજોય વાવાઝોડાના કિસ્સામાં જોવા મળ્યું હતું જે જૂનમાં અરબી સમુદ્રમાં સર્જાયું હતું અને લેન્ડફોલ કરવા માટે તેની ઝડપ અને દિશા બદલતા પહેલા શરૂઆતમાં ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેનાથી ગુજરાત પર કોઈ અસર થશે નહીં. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડે એ કહ્યું હતું કે હાલ ચક્રવાત તેજથી કોઈ ખતરો નથી. રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે. ખાનગી હવામાન આગાહી કરતી એજન્સીના જણાવ્યા અનુસાર હાલ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જોકે હવામાન વિભાગે પહેલા જ કહ્યું હતું કે ચક્રવાતની અસર મુંબઈમાં વધું થઈ શકે છે જેને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ પૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર વિકસિત થવાની સંભાવના છે.

Advertisement

Share

Related posts

5G સ્પેક્ટ્રમને મળી મંજૂરી, જાણો ક્યાં સુધીમાં મળશે સર્વિસ ?

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ઠેરઠેર પાણી ભરાયા

ProudOfGujarat

આવતીકાલે સવારે આઠ વાગ્યે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!