Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું

Share

• રાજ્યમાં તારીખ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું છે.

• મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.

Advertisement

તાજેતરમાં તારીખ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.

આ અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય રૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે.

• આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.

• મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રી રાઘવજી ભાઇ પટેલ ના પરામર્શ માં રહીને જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ ૨૦૨૩-૨૪ ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે

• આ ખરીફ ઋતુ ૨૦૨૩-૨૪ ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ ૩૩% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા ૧૭ હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹ ૮,૦૦૦ પ્રમાણે મળીને કુલ રૂપિયા ૨૫,૦૦૦ સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.

• બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF માંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા ૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹૧૫,૦૦૦ મળી કુલ ૩૭,૫૦૦ સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.

• બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹૨૨,૫૦૦ ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા ૧,૦૨,૫૦૦ ની સહાય મળીને કુલ ₹૧,૨૫,૦૦૦ ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.

• આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

• સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે

• આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે તેમ જ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.

• આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.

• આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.


Share

Related posts

અભિનેત્રી ઉર્વશી રૌતેલા, એરપોર્ટ પર હોટ રેડ આઉટફિટ પહેરીને તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી.

ProudOfGujarat

કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત હજરત કાશમશા રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો ઓવરફલો થતા અદભુત નજારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!