Proud of Gujarat
FeaturedGujaratINDIA

પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટીએ વુડવર્કિંગ અને પ્લમ્બિંગમાં એડવાન્સ સ્કીલ્સ માટે દેશનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું

Share

બાંધકામ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ કલા અને હસ્તકલા ઉત્પાદનોની અગ્રણી ઉત્પાદક પિડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ પીડિલાઇટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ સ્કીલ્સ (PWP) શરૂ કરવા ગુજરાત સરકારની કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) સાથે જોડાણ કર્યું છે. આ સુવિધાનું તાજેતરમાં માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો, નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગુજરાત સરકાર દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ વખત, PWP સેન્ટર એડવાન્સ વુડવર્કિંગ અને પ્લમ્બિંગ સ્કીલ માટે હબ તરીકે ઉભરી આવ્યું છે.

પિડીલાઈટ અને KSU દ્વારા આ અગ્રણી પહેલ આ ક્ષેત્રોમાં કુશળ પ્રોફેશનલ્સની વધતી માંગને સંબોધિત કરે છે. CNC મશીનો, બેન્ડસો, કોલ્ડપ્રેસ સહિત અત્યાંધુનિક મશીનરીથી સજ્જ આ સેન્ટર ફ્રેશર્સ અને અનુભવી પ્રેક્ટિશનર્સ માટે અનુરૂપ ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે. પ્રશિક્ષકોની તાલીમ, રિસર્ચ અને સ્કીલ હરીફાઈ માટે સમર્થન પર ભાર મૂકતા, PWP દેશમાં કૌશલ્ય વિકાસ માટે એક નવું ધોરણ નક્કી કરે છે. આ જોડાણ અંગે ટિપ્પણી કરતાં, પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના સીએસઆર અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સ સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ડૉ. પંકજ શુક્લાએ જણાવ્યું હતું કે, “પિડીલાઈટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ સ્કીલ્સ (PWP) એ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે જે પિડીલાઇટની તાલીમ અને નવી સ્કીલ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Advertisement

આ જોડાણ માત્ર કુશળતાનો વ્યાપ વધારવા માટે જ નહિં, પરંતુ આજના ઝડપથી વિકસતા ઉદ્યોગોમાં શ્રેષ્ઠ બનવા માટે જરૂરી સાધનો સાથે કર્મચારીઓને સજ્જ કરવા માટે છે. અત્યાધુનિક સુવિધાઓ અને નવા અભ્યાસક્રમો સાથે, PWP સ્કીલ ડેવલપમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. ઉદ્યોગની ગતિશીલ માંગમાં અસરકારક રીતે યોગદાન આપવા સક્ષમ બનાવે છે.” કેએસયુ સાથે સંલગ્ન ફર્નિચર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સ માટે અગાઉથી જ સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી નોંધપાત્ર રૂચિ જોવા મળી છે. તે અમદાવાદના કુબેરનગર ITI કેમ્પસમાં થિયરી અને હેન્ડ-ઓન ટ્રેનિંગનું સંતુલિત 20:80 મિશ્રણ પ્રદાન કરે છે. PWPના ઈનોવેટિવ અભિગમ અને ઉચ્ચ સુવિધાઓને ઓસ્ટ્રેલિયન સ્કૂલ ઓફ ગ્લોબલ સ્ટડીઝના સીઈઓ ડૉ. લોરેન્સ પ્રાચેટ અને ઉદ્યોગના અગ્રણીઓએ બિરદાવી છે.

જે મૂળભૂત શિક્ષણ અને અદ્યતન કુશળતા વચ્ચેના અંતરને દૂર કરતાં તેની નિર્ણાયક ભૂમિકાને પ્રકાશિત કરે છે. પિડીલાઈટ અને KSU વચ્ચેનું જોડાણ વુડવર્કિંગ અને પ્લમ્બિંગ સેક્ટરને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ સાથે સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જે ઉદ્યોગની વિકસતી માંગને પહોંચી વળવા માટે તૈયાર છે.


Share

Related posts

સુરેન્દ્રનગર લખતર કોવિડ 19 ની ટીમ દ્વારા લખતર ગામ સહિત જુદા જુદા ગામોનાં 15 વ્યક્તિઓનાં સેમ્પલ લઈ રાજકોટ ટેસ્ટિંગ માટે મોકલાયા.

ProudOfGujarat

ભરૂચ પોલીસને ગાળો આપતો વિડીયો બનાવવો પડયો ભારે.

ProudOfGujarat

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ કાંસમાંથી એક ઇસમનો મૃતદેહ મળતા ચકચાર : પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!