ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,933 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,915 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,88,293 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 371 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18,008 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આજથી શાળાઓમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. 100 ટકા શિક્ષકો સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. શિક્ષકોએ સ્કૂલમાં પહોંચી ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા. ત્યારે અમદાવાદની વિજયનગર સ્કૂલમાં વેકેશન બાદ પહેલો લેક્ચર લેવામાં આવ્યો હતો. આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી શરૂ થશે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે હવે આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કોરોના ગાઈડલાઈન સાથે પ્રાવસીઓને પ્રવેશ અપાશે. પ્રવાસીઓએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
આજથી ખુલશે
• સરકારી-ખાનગી કચેરીઓ 100% કર્મચારીઓ સાથે ચાલુ.
• શાળા-કોલેજોમાં શિક્ષકોની હાજરી, ઓનલાઇન શિક્ષણ.
• એસટી,સિટી બસ 50% પેસેન્જર સાથે ચાલુ રહેશે.
• તમામ પ્રકારના ધંધા સવારે 9 થી સાંજે 6 સુધી ચાલુ.
હજુ શું બંધ રહેશે
• મંદિરો સહિતનાં ધાર્મિક સ્થાનો બંધ રહેશે, માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે.
• સ્વિમિંગ પૂલ, જિમ, કોચિંગ કલાસીસ (ઓનલાઇન શિક્ષણ), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, વોટર પાર્ક, બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સ્પા બંધ રહેશે.
• કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 848 નવા કેસ નોંધાયા છે, તો 12 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.