Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેઘરાજાના વિરામ બાદ હવે લો પ્રેશર સિસ્ટમ સક્રિય! આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી

Share

રાજ્યમાં થોડા દિવસ સુધી મેઘરાજાના વિરામ બાદ હવે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ પછી એટલે કે 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યના ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દાદરા, દમણ અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસમાં ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં 14 મીથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Advertisement

16 સપ્ટેમ્બરની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, મહિસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ પડવાની સંભાવના છે. તેવી જ રીતે 17 સપ્ટેમ્બરે પણ આ જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં 4 દિવસ સામાન્ય વરસાદની શક્યતા

ચોથા અને પાંચમા દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 4 દિવસમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ત્રીજા દિવસે અને ચોથા દિવસે અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.


Share

Related posts

ભરૂચનાં યુવાને લોક ડાઉનનાં સમયનો કઈ રીતે ઉપયોગ કર્યો જાણો !!

ProudOfGujarat

અંકલેશ્વરમાં ને. હા. નં.48 પર આવેલ ગોડાઉનમાંથી શંકાસ્પદ એસ.એસ.ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!