Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે ગુજરાત વિધાનસભામાં ‘રાષ્ટ્રીય ઈ- વિધાન એપ્લિકેશન’- NeVA નું ઉદઘાટન કરાયું

Share

ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનીઉપસ્થિતમાં ગુજરાત વિધાનસભા ખાતે ‘રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન’-NeVAનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વર્ષ 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તેણે સમયાંતરે ઘણા પ્રશંસનીય પગલાં લીધાં છે. તેમણે વધુમાં કહ્યું કે આજે ઇ-એસેમ્બલીનું ઉદ્ઘાટન એ એક મહત્વપૂર્ણ પગલું છે જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે. તેમણે શેર કર્યું હતું કે રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) દ્વારા આ ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “એક રાષ્ટ્ર એક એપ્લિકેશન”ના ધ્યેયથી પ્રેરિત આ પહેલ ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે અને ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.

Advertisement

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગુજરાત અનેક માપદંડો પર દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. તેમણે શેર કર્યું કે તે એક અગ્રણી ઉત્પાદન કેન્દ્ર અને સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે. તેમમે ઉમેર્યું હતું કે તે સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમના સંદર્ભમાં અને રૂફ ટોપ સોલર પાવર જનરેશન અને વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં ફ્રન્ટલાઈન રાજ્યોમાંનું એક છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે માનવ સંસાધનોના વિકાસ માટે લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આ પાસા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે તે જાણીને તેમને આનંદ થયો. તેમણે નોંધ્યું હતું કે સરકારના પ્રયાસોથી કન્યા શિક્ષણ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, નોંધણી ગુણોત્તર અને જાળવણી દરમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં ત્રિ-સ્તરીય આરોગ્ય પ્રણાલી દ્વારા પૂરી પાડવામાં આવતી સારી તબીબી સેવાઓની પ્રશંસા કરી હતી જેણે માતા મૃત્યુનું પ્રમાણ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કર્યો હતો. તેમણે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વીજળી સુધારણા અને જળ સંચય અને પાણી પુરવઠામાં કરેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી. તેઓ રાજ્ય સરકારની પશુ કલ્યાણ માટેની પહેલની નોંધ લઈને ખુશ હતાં.

ગૃહમાં મહિલા પ્રતિનિધિત્વ વિશે રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે, પછી તે વિજ્ઞાન અને તકનીક હોય, સંરક્ષણ હોય કે રમતગમત, રાજકારણમાં પણ તેમનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. તેમણે કહ્યું કે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓની તેમની મુલાકાત દરમિયાન, તેમણે જીવનમાં આગળ વધવાની અને દેશ અને સમાજ માટે કંઈક કરવાની છોકરીઓની આકાંક્ષા જોઈ. તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓને યોગ્ય તકો આપવામાં આવે છે, તેઓ પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે અડધી વસ્તીની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

G20 સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચનાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, પર્યાવરણીય સંરક્ષણ અને ઉર્જા આત્મનિર્ભરતા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પછી ભારતના નેતૃત્વમાં આ એક બીજું મહત્વનું પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત જેવા રાજ્ય માટે આ એક સારી તક છે જે ઊર્જાના નવીન અને બિન-પરંપરાગત સ્ત્રોતોને પ્રોત્સાહન આપે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકોના જીવનને સરળ બનાવવા માટે ટેકનોલોજી એ એક મહત્વપૂર્ણ માધ્યમ છે અને ઇ-વિધાન ધારાસભ્યોને લોકો સાથે જોડાયેલા રહેવામાં વધુ મદદ કરશે. તેઓ ઈચ્છતાં હતાં કે સંસદીય શિષ્ટાચાર અને ગરિમા જાળવી રાખીને તેઓ આ ગૃહમાં લોક કલ્યાણની ચર્ચા કરવા માટે એક નવું ધોરણ સ્થાપિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના પ્રયાસો માત્ર ગુજરાતને વધુ સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે જ નહીં પરંતુ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પણ મહત્વપૂર્ણ રહેશે.


Share

Related posts

નડિયાદની જે એન્ડ જે કૉલેજ ઑફ સાયન્સ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

આજના યુગમાં મનથી મનની જાળવણીની કળા જાણવી જરૂરી :- ડો.મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

રાજપીપળા : રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારી : કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલ કોવિડ ટેસ્ટિંગમાં આજે ૦૪ પોઝિટિવ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!