Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર હવે થશે કાર્યવાહી, જાણો હાઈકોર્ટમાં સરકારે શું કહ્યું?

Share

ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી સરકારે સ્વીકારી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે, કોઈપણ પ્રસંગે રાજ્ય સરકાર પૂર્વ મંજૂરી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર કાર્યવાહી કરશે. લાઉડસ્પીકરના ઉપયોગ સાથે સંબંધિત નિયમો તમામ ધર્મસ્થાનો પર સમાનરૂપે લાગુ થશે. આમ જનતાને ખલેલ પહોંચાડવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

કોઈપણ નીતિ વગર સામાજિક કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમો કે ધાર્મિક કાર્યક્રમોમાં ડીજે અને મોટા લાઉડ સ્પીકરના ઉપયોગથી ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મ્યુઝિક સિસ્ટમના કારણે અવાજનું પ્રદુષણ થતું હોવાથી બાળકો, વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવે રાજ્ય સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.

Advertisement

આ પહેલા હાઈકોર્ટે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણને લઈને સરકારને ફટકાર લગાવી હતી. આ કેસમાં એડવોકેટ જનરલે પણ આવા પ્રદૂષણને સમસ્યા ગણાવી હતી. અરજદાર વતી કોર્ટમાં જવાબ દાખલ કરીને સૂચના આપવામાં આવી હતી, જેમાં વહીવટીતંત્રની સાથે સાથે અવાજ પ્રદૂષણ મુદ્દે જનજાગૃતિ પણ જરૂરી છે. અરજદાર વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, GPCBના નોટિફિકેશન મુજબ લાઉડ સ્પીકરના અવાજની મર્યાદા હોવી જોઈએ. આથી કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે, લાઉડ સ્પીકરના અવાજની મર્યાદા નક્કી કરો.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી ની બિલ્ડ વેલ એન્જિનિયર્સ માં ૫.૧૦ લાખની ચોરી, ગવર્મેન્ટ કન્ટ્રક્શનનું કામ કરતી કંપનીમાં ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં સાત પગલાં ખેડૂત કલ્‍યાણ યોજના અંતર્ગત નાના વેચાણ ધારકોને છત્રી વિતરણ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમમ્સ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!