યોગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આયોજિત નેશનલ યોગ ચેમ્પિયનશિપ 2023 નું દેહરાદૂન ખાતે આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની ટીમે આગવું પ્રદર્શન કર્યું હતું.
ગુજરાતની ટીમે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી 7 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ એમ કુલ 19 મેડલ હાંસલ કર્યા હતાં. આ ઉપરાંત 2 ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી મેળવી હતી. સમગ્ર દેશમાંથી ગુજરાતની ટીમે સૌથી વધુ મેડલ મેળવી જનરલ ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.
ગોલ્ડ મેડલ મેળવનાર સ્પર્ધકોની વાત કરીએ તો 7 સ્પર્ધકો કાલિન્દી મુક્તાનંદ સરસ્વતી, ફાતિમા ઈરાની, કાવ્યા પંડ્યા, વિજય પટેલ, જયંતિ ઠાકોર, ગાઉંડા સુરેશ અને ડાભી દર્શનાએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જ્યારે સિલ્વર મેડલ મેળવનાર સ્પર્ધકોમાં જ્યોતિ ઓઝા, બિનલ ચાવડા, રસિક પ્રજાપતિ, અંકિતા લોધા, અનેરી પટેલ એમ કુલ 5 લોકોએ મેળવ્યા છે. આ ઉપરાંત બ્રોન્ઝ મેડલ મેળવનારમાં બારૈયા સુજલ, રેખા શ્રીમાળી, સોનલ પ્રજાપતિ, બામણીયા શુભમ, ધીરુ રાઠોડ, વિજય પટેલ અને કાવ્યા પંડ્યા. સાથે સાથે વિજય પટેલ અને કાવ્યા પંડ્યાએ જનરલ ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી મેળવી વિશિષ્ટ સિદ્ધિ મેળવી. વિજય પટેલ કડીના રહેવાસી છે જ્યારે કાવ્યા પંડ્યા ભાવનગરના રહેવાસી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યોગ સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શિવમ મિશ્રાના માર્ગદર્શનમાં કરાયું હતું.
યોગ સ્પોર્ટસ ફાઉન્ડેશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ ડો. મહેબૂબ કુરેશી અને જનરલ સેક્રેટરી દીપકભાઈ સુથારે સમગ્ર ટીમને ટ્રેનિંગ આપી હતી. આ ઉપરાંત ભવ્ય શાહ, રાજેશભાઈ રાઠોડ, નિલેશભાઈ પટેલ, વિનુભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.