Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિન અવસરે ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતાં શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો

Share

મુખ્યમંત્રીએ ફાળો સ્વીકારવા આવેલ ગાંધીનગરની લવારપુર પ્રાથમિક શાળા અને વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધીને શિક્ષણકાર્ય, શાળા પરિસરની સુવિધાઓની માહિતી ઉપરાંત ગુરુજનો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિન અવસરે ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતાં શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ અને સમર્થ શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિએ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.

Advertisement

આ દિવસે શિક્ષક કલ્યાણનિધિમાં ઉદાર હાથે ફાળો આપીને ગુરુવર્યો પ્રત્યેનું ઋણ ચૂકવવાની પરંપરા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ શિક્ષક કલ્યાણ પરિપાટી ને અનુસરતાં શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો ગાંધીનગરની શાળાનાં બાળકોને અર્પણ કર્યો હતો.

શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગરની લવારપુર પ્રાથમિક શાળા અને વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી આ ફાળો સ્વીકાર્યો હતો. ગાંધીનગર જિલ્લા કલેક્ટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ, જિલ્લા પોલીસ અધિકારી રવિ તેજા વસમ શેટ્ટી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભરતભાઈ પ્રજાપતિ અને શિક્ષકો આ અવસરે જોડાયાં હતાં. મુખ્યમંત્રીએ શાળાના આ વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કરીને શિક્ષણકાર્ય અંગેની માહિતી તથા શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી હતી.


Share

Related posts

અમદાવાદમાં વિદ્યાર્થિનીની છેડતી કરતાં રોમિયોને વિદ્યાર્થિનીએ પટ્ટાથી માર માર્યો

ProudOfGujarat

નેત્રંગનો હેડ કોન્સ્ટેબલ 8 હજારની લાંચ લેતાં વડોદરા ACB ના હાથે ઝડપાયો

ProudOfGujarat

લીંબડીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!