Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ : વિદ્યાર્થીઓનાં ઓનલાઇન વર્ગો થશે શરૂ.

Share

રાજ્યની સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. આજે વેકેશન પૂર્ણ થતા સ્કૂલો ફરીથી શરૂ થશે. સ્કૂલોમાં વર્ષ 2021-22 નું નવું શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થઈ રહ્યું છે પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરે જ અભ્યાસ કરવાનો રહેશે. જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે. કોરોના કાળ વચ્ચે ફરી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 7 જૂનથી ગુજરાતભરમાં નવા શૈક્ષણિક સત્ર 2021-2022 ની શરૂઆત થઈ રહી છે. કોરોના મહામારી વચ્ચે ફરીથી ઓનલાઇન શિક્ષણની શરૂઆત થશે. મહત્વનું છે કે આ વર્ષે કોરોનાને કારણે ધોરણ 1 થી 12 ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોલેજોમાં પણ સોમવારથી નવા સત્રની શરૂઆત થશે.

વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં આવેલી કોરોના મહામારીની અસર શિક્ષણ જગત પર પડી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે. વચ્ચે થોડા સમય માટે શાળાઓ શરૂ કરવામાં આવી હતી. શૈક્ષણિક વર્ષ 2020-2021 પર કોરોનાની ગંભીર અસર પડી છે. રાજ્યમાં આવેલી કોરોનાની બીજી વેવને કારણે પરીક્ષાના આયોજનો થઈ શક્યા નથી. આ કારણે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર જ્યાં સુધી ઓફલાઈન વર્ગ શરૂ કરવાની મંજૂરી ન આપે ત્યાં સુધી ઓનલાઈન વર્ગ જ ચાલુ રહેશે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતા સ્કૂલો ફરીથી શરૂ થતી હોવાના કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ પણ એક મહિલા જેટલો સમય વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવશે. બાદમાં કોરોનાની જે તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફલાઈન શિક્ષણ અંગે રાજ્ય સરકારના આદેશ અનુસાર શરૂ કરવામાં આવશે. ભરૂચના શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર, આવતીકાલથી નવું શૈક્ષણિક શત્ર શરૂ થવા સાથે ફરીથી સ્કૂલો શરૂ થઈ રહી છે. રાજ્યસરકાર દ્વારા કોરોનાને લઇને નિર્ધારિત કરવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારે નક્કી કરેલી SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ કરવામાં આવશે. સ્કૂલોમાં સેનિટાઈઝેશન પણ કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું ટેમ્પરેચર ફરજીયાત રોજ થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરવામાં આવશે.

Advertisement

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે નિયમોને આધિન કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. દોઢ મહિનાથી પણ વધુ સમયથી સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફ સાથે ચાલતી હતી. તે આજથી પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે. જો કે કચેરીઓમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે સાથે જ અમદાવાદમાં માર્ચ મહિનાથી બંધ AMTS, BRTS બસ સેવા આજથી ફરીથી 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થશે.


Share

Related posts

માંડલ તાલુકાના દાલોદ ખાતે જય ભીમ સમૂહલગ્ન સમિતી દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના શિવરાજપુરમાં પોલીસની રેડ : ભાજપના ધારાસભ્ય સહિત મહિલાઓ ઇસમો દારૂ જૂગારની મહેફીલ માણતા ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે ગામના NRI મહાનુભાવોનો ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સત્કાર સમારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!