અત્યારના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર વિડીયો મુકતા તે પલ ભરમાં વાયરલ થઈ જતો હોય છે. વિડીયો વાયરલ થતા લોકોને પ્રસિદ્ધિ તથા પૈસા પણ મળે છે પરંતુ એક શખ્સને વિડીયો વાયરલ કરવો ભારે પડ્યું પાણી પ્રદૂષણ બાબતે વિડીયો બનાવી વાયરલ કરતા યુવકને સાત શખ્સોએ માર માર્યો.
મળતી માહિતી અનુસાર જેતપુરમાં રહેતા યુવકે પાણી પ્રદૂષણ અંગે અરજી આપી વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેનો વેર રાખી સાત શખ્સોએ યુવકને માર માર્યો હતો જેથી યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાવતા યુવક કહ્યું હતું કે પાણીનું પ્રદૂષણ ફેલાતું હોવાથી મેં તેની વિરુદ્ધ અરજી કરી હતી અને વિડીયો બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો. પરિણામે રબારીકા ગામમાં રહેતા રામદેવ, વિપુલ, રણજીત સહિત સાત શખ્શોએ મને માર માર્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રામદેવ રીપારીકા ગામના કાઠી દરબાર છે જેમની વિરુદ્ધ પાણી પ્રદૂષણ બાબતે અરજી કરી વિડીયો બનાવી વાયરલ કરતા તે બાબતનો બદલો લેવા રામદેવ સહિત સાત શખ્સોએ ફરિયાદી પર હુમલો કર્યો છે. પોલીસે ફરિયાદીનું નિવેદન લઈ સાથે શખ્સોને પકડવા તથા આગળની કાર્યવાહી કરવા પોતાના ચક્રગતિમાન કર્યા છે.