લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નિવેદનબાજી અને પોતાના દાવાઓ પણ વધી રહ્યા છે. ગુજરાત ભાજપ પત્રિકા કાંડ બાદ સૌરાષ્ટ્રના રાજકારણમાં કવિતાની ચર્ચા છે.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસના દિવસે વાઈરલ થયેલી આ કવિતામાં પક્ષમાં સાચા કાર્યકરોને મહત્વ ન આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કવિતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળના બલિદાન પર બનેલી પાર્ટી તેના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે.
જો 1 અને 1 મળે તો તે બે થઈ જાય તો આ ગણિત છે અને જો 1 થી 1 ને મળવા ન દે તો કૂટનિતી અને જો 1 સામે 1 થઈ જાય તો રાજકારણ? કટાક્ષ કરનાર બીજેપી નેતાની આ પોસ્ટ ખૂબ ચર્ચામાં આવી છે. જેપીના એક વરિષ્ઠ નેતાની પોસ્ટનો અર્થ મીડિયામાં બહાર આવ્યા બાદ તેમણે તેને ડિલીટ કરી દીધો છે. ગુજરાત બીજેપીના અન્ય જિલ્લાઓમાં બેફામ અને કટાક્ષભર્યા નિવેદનો સામે આવી રહ્યા છે.
અમરેલી ઉપરાંત ભરૂચ અને આણંદ જિલ્લામાંથી પક્ષના નેતાઓએ શિસ્ત તોડ્યાના નિવેદનો આવી રહ્યા છે. જામનગરમાં થોડા દિવસો પહેલા ભાજપના સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારીની તુ-તુ-મેં-મેં જોરદાર વાયરલ થઈ છે.
કાંઈક તો ખામી હશે, મુખર્જી અને દિનદયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાર મળે, સાચા કદ મુજબ વેતરાઈ જાય
નેતાઓના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે
કામ કરનારની કોઈ કદર નથી, ગુરુના ચેલા ચાલી જાય છે
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે
એમ આ શબ્દોરુપી કવિતા લખવામાં આવી છે.