Proud of Gujarat
GujaratFeaturedINDIA

જીઆઇડીસીની કંપનીઓમાંથી દૂષિત પાણી ભરીને ગટરો તથા નદીમાં નિકાલ કરવાનું કૌભાંડ બહાર આવ્યું : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઝડપવામાં અસફળ..!

Share

એશિયન ટયૂબ પ્રાઈવેટ લિ.નામની કંપનીમાંથી પાણી ભરી રાતના અંધારામાં અવાવરૂ જગ્યાએ ખાલી કરી નાંખવાનું આયોજન હોવાનું બહાર આવ્યું હતું. પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી વિના બે ટ્રકમાં 60 હજાર લિટર હાઇડ્રોકલોરિક એસિડનું પ્રદૂષિત પાણી મહેસાણાની કંપનીમાંથી ભરીને રાત્રિના અંધકારમાં અવાવરૂ જગ્યાએ નિકાલ કરવા માટે નીકળેલા બે ડ્રાઈવરોને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચે અડાલજ હાઇવે રોડ પર વોચ ગોઠવીને ઝડપી લીધા હતા. ત્યારે આ પ્રકરણમાં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતાં જીઆઇડીસીની કંપનીઓમાંથી દૂષિત પાણી ભરીને ગટરો તેમજ નદીમાં નિકાલ કરવાનું 10 વર્ષથી રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જીપીસીબી પણ અંધારામાં હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીનગર એલસીબીની ટીમે છત્રાલ-અડાલજ હાઈવે ઉપર પર્યાવરણને નુકસાન કરતાં હાઈડ્રોકલોરિક એસિડનાં પ્રદૂષિત પાણી ભરેલાં બે ટેન્કર પકડી લઈ 60 હજાર લિટર દૂષિત પાણી જપ્ત કરી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં ટેન્કરના ચાલક રમેશભાઈ દૂધાભાઈ મોઢવાડિયા (રહે.601, સોહમ સોસાયટી, હાથીજણ સર્કલ અમદાવાદ) અને ચંદ્રપ્રકાશ વિજયસિંહ રાવત (રહે.બડાવાસ તા.ભીમ રાજસ્થાન) ને ઝડપી લેવામાં આવ્યા હતા.

Advertisement

જેમની કડકાઈથી પૂછપરછ કરતાં રાજ્યવ્યાપી નેટવર્ક ચાલતું હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે, જેમાં આ બંને ડ્રાઇવરોને ટેન્કરનો માલિક જગશી કાનાભાઈ ભરવાડ( રહે.ભરવાડ વાસ નાદેજ બારેજડી અમદાવાદ) સમગ્ર નેટવર્કનો માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું છે અને તેના ડ્રાઈવર રમેશ મોઢવાડિયા દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા તેમજ અંકલેશ્વરની ફેક્ટરીઓમાંથી દૂષિત કેમિકલ્સયુક્ત પાણીનો નિકાલ નારોલ, વટવાની ગટરો તેમજ વડોદરાની વિશ્વામિત્રિ નદીમાં કરવાનું નેટવર્ક છેલ્લાં દસ વર્ષથી ચલાવતા હતા.


Share

Related posts

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

લીંબડી મોટાવાસ વિસ્તારના રહેણાંકના મકાન વીજળી પડતાં ઘરવખરીને નુકસાન.

ProudOfGujarat

સુરતના પાલનપુરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શોર્ટ સર્કીટથી આગ લાગતાં બળીને ખાખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!