બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે હવે બોર્ડની પરીક્ષાનું આયોજન વર્ષમાં બે વખત કરાશે. આટલું જ નહીં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓએ બે ભાષામાં અભ્યાસ કરવાનો રહેશે. તેમાંથી એક ભાષા ભારતીય હોવી જરૂરી છે. નવા અભ્યાસક્રમની જાહેરાત, 2024 માં પુસ્તકો બદલાશે તાજેતરની અપડેટ અનુસાર શિક્ષણ મંત્રાલયે નવા અભ્યાસક્રમના માળખાની જાહેરાત કરી છે. હવેથી બોર્ડની પરીક્ષા બે વખત આપવી પડશે અને તેની સાથે વિદ્યાર્થીઓને તેમના સર્વશ્રેષ્ઠ માર્ક્સ જાળવી રાખવાની તક મળશે.
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)માં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી શિક્ષણ પદ્ધતિ બદલાવા જઈ રહી છે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમના માળખા હેઠળ બોર્ડની પરીક્ષાઓ મહિનાઓ સુધીની કોચિંગ અને ગોખણપટ્ટી કરવાની ક્ષમતાની તુલનાએ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સમજ તથા દક્ષતાના સ્તરનું મૂલ્યાંકન કરશે. શિક્ષણ મંત્રાલયના અભ્યાસક્રમના માળખા હેઠળ ધોરણ 11 અને 12 મા ના વિષયોની પસંદગીનું સ્ટ્રીમ સુધી મર્યાદિત નહીં રહે. પણ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પસંદગીનો વિષય પસંદ કરવાની આઝાદી મળશે.
નવી શિક્ષણ નીતિ (NEP)નું માળખું તૈયાર કરી લેવાયું છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરાશે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ હેઠળ ધો. 11 અને 12ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ બે ભાષામાં અભ્યાસ કરવો પડશે. તેમાંથી એક ભાષા ભારતીય હોવી જરૂરી છે.