Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ઇમરજન્સી નંબર કર્યો જાહેર

Share

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો ફોન નં. 079 23251900 જાહેર કરાયો છે.

ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનરના સતત સંપર્કમાં છે.

Advertisement

રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસ.ડી આર એફ ની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર આલોક પાંડે એ જણાવ્યું છે.


Share

Related posts

નર્મદા નદીના કિનારાની સીમમાં આવેલ કેળા અને અન્ય પાકની ખેતીને વ્યાપક નુકસાન

ProudOfGujarat

સુરતના મેયરને કછુઆ અગરબત્તી આપી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

ભરૂચ : કર્તવ્ય નિષ્ઠ શિક્ષકની બદલી રોકવા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મેદાનમાં…..જંબુસર તાલુકાનાં નહાર ગામના લોકોએ તંત્રને રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!