Proud of Gujarat
FeaturedGujaratINDIA

અયોધ્યામાં ઘડાયું હતું સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરું, પાકિસ્તાનથી મંગાવાયું હતું હથિયાર

Share

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ હાલમાં ચાલી રહી છે અને અંતિમ અહેવાલની રાહ જોવાઈ રહી છે. જોકે, આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસને અંજામ આપવા માટે અનેક રાજ્યો અને વિદેશમાંથી પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા મુસેવાલાની હત્યા પહેલા હત્યારાઓ અયોધ્યામાં રોકાયા હતા.

અહીં એક નેતાના ફાર્મ હાઉસમાં સંપૂર્ણ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું અને પછી હથિયાર ચલાવવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. કેટલીક તસવીરો સામે આવી છે જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર અયોધ્યા અને લખનઉમાં ફરતો જોવા મળી રહ્યો છે. જે મશીનગન અને હથિયારથી તેણે હત્યાને અંજામ આપ્યો હતો તે પાકિસ્તાનથી ભારત પહોંચ્યું હતું.

Advertisement

સિદ્ધુ મુસેવાલાની મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તપાસમાં જાણવા મળ્યું છે કે લોરેન્સ ગેંગના શૂટર્સ હત્યા કરતા પહેલા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રોકાયા હતા. અહીં તે એક નેતાના ફાર્મ હાઉસમાં રોકાયા હતા જ્યાં શૂટર્સે ગન હેન્ડલિંગની ટ્રેનિંગ લીધી હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હત્યા ક્યારે અને કેવી રીતે અંજામ આપવાની હતી તેનું સમગ્ર પ્લાનિંગ પણ અયોધ્યામાં જ થયું હતું. પંજાબના લોકપ્રિય ગાયક અને કોંગ્રેસ નેતાની હત્યાનું કનેક્શન કેનેડાથી લઈને ભારતના ઘણા રાજ્યોમાં ફેલાયું હતું.


Share

Related posts

વડોદરા એમ.એસ યુનિવર્સિટી ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિવાદિત ચિત્ર મુદ્દે ABVP દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં પત્રકાર પરિષદ યોજી.

ProudOfGujarat

સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં કઠવાડા, ભડકુવા, ધોળીકુઇ, કરગરા ગામોમાં પોલ્યુશન એન્ડ ઇનવારમેન્ટ વિશે માહિતી અપાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે કરૂણ મોત નિપજયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!