અત્યારે કેટલીક ગાડીઓ પર બ્લેક ફિલ્મ જોવા મળી રહી છે. કાચ પર લગાવવામાં આવતી આ ડાર્ક ફિલ્મ લગાવીને ફરતી કારોને રોકી અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ હવે લગાવનાર શોપ પર પણ કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા રાત્રે 10 થી 2 વાગ્યા સુધીમાં નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ વાહનો મામલે હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ડાર્ક ફિલ્મ ગાડીઓ પર લગાવેલી જોવા મળે છે. જેના કારણે નબીરાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. કેટલીક પ્રાઈવેટ કારમાં બ્લેક ફિલ્મ લગાવીને પોલીસનું બોર્ડ પણ લગાવીને લોકો ફરે છે ત્યારે તેમની સામું કાર્યવાહી તેજ ચાલી રહી છે. તેવામાં જેઓ બ્લેક ફિલ્મનું વેચાણ કરી રહ્યા છે અને કાર પર લગાવી રહ્યા છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
તથ્ય પટેલ અકસ્માત કાંડ બાદ પોલીસ વધુ તપાસ સતત ચલાવી રહી છે. જે નબીરાઓ સ્ટંટ રેસ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્લેક ફિલ્મવાળી કેટલીક કારમાં નબીરાઓ સ્ટંટ કરતા પણ જોવા મળે છે. ત્યારે પોલીસ હવે ડાર્ક ફિલ્મનું વેચાણ કરતા અને લગાવી આપતા વેપારીઓ સામે પણ કાર્યવાહી તેજ કરશે.
પોલીસ દ્વારા રાત્રે 10 થી 2 વાગ્યા સુધીમાં નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ કરવામાં આવશે. જેમાં સ્પીડમાં ચાલતા વાહનો તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ લોકોને દંડવામાં આવશે.