ગુજરાત હાઈકોર્ટના ચાર ન્યાયાધીશની અન્ય કોર્ટમાં ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા કરવામાં આવી છે. કોલેજિયમની મિટીંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચાર જજિસમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક, એ.વાય. કોગજે, સમીર દવે અને ગીતો ગોપીના નામોની ભલામણ કરવામાં આવી છે.
જસ્ટિસ હેમંત પ્રચ્છકની પટના હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી હતી. જસ્ટિસટ સમીર દવેની રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે. જસ્ટિસ ગીતા ગોપીની મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરાઈ છે જ્યારે જસ્ટીસ એ વાય કોગજેની અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશના ન્યાયાધીશને ગુજરાત હાઈકોર્ટ માટે ભલામણ કરાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
તાજેતરમાં જ ગુજરાતમાં નવા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. કોલેજિયમની બેઠકમાં ચાર ન્યાયધીશના નામોની પસંદગી કરવામાં આવી છે. જેમને ગુજરાત બહારની હાઈકોર્ટમાં ન્યાયાધીશના નામોની ભલામણ કરાઈ છે. ખાસ કરીને ગુજરાત કાયમી ન્યાયાધીશ ગુજરાતમાં મળ્યા છે. ત્યારે આ ચાર નામોની ભલામણ કરાઈ છે ત્યારે આગામી સમયમાં ન્યાયીક માળખામાં આ મહત્વનો નિર્ણય કહી શકાય છે.