Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે વિશ્વ સિંહ દિવસ – ગીરમાં સિંહોની વસ્તીમાં 29 ટકા વધી, ઘરનો વિસ્તાર 36 ટકા વધ્યો

Share

ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2020 ની વસ્તી ગણતરી મુજબ 674 થી વધુ સિંહો છે. જેમાં 161 સિંહ અને 260 સિંહણ છે. 2020 ની વસ્તી ગણતરીમાં, 674 સિંહોની વસ્તીમાં 45 સિંહો અને 49 સિંહણ પુખ્ત વયના હતા. 2025ની વસ્તી ગણતરીમાં સિંહોની કુલ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. દર પાંચ વર્ષે સિંહોની ગણતરી કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સિંહોની વસ્તી, સંરક્ષણ ને લઈને પુરતું ધ્યાન તેમના કાર્યકાળમાં આપ્યું હતું. ત્યાર બાદ આ સંખ્યા વધી હતી. જે સતત વધી રહી છે. જોકે, આજે પીએમ મોદીએ સિંહોનો ફોટો શેર કરી ટ્વીટ આજના ખાસ દિવસે કર્યું હતું.

ગીર નેશનલ પાર્ક વિશ્વમાં એશિયાટિક સિંહોનું સૌથી સુરક્ષિત ઘર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ગીરમાં જંગલના રાજાની વસ્તી તો વધી જ છે, પરંતુ સિંહોના રહેઠાણમાં પણ વધારો થયો છે. ગીર નેશનલ પાર્કમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે જ્યારે તેમના ઘરનો વિસ્તાર 36 ટકા વધ્યો છે. અગાઉ ગુજરાતના પાંચ જિલ્લામાં સિંહો હતા હવે તે વધીને 9 જિલ્લા થઈ ગયા છે.

Advertisement

ગુજરાત રાજ્યના નવ જિલ્લાના 53 તાલુકાઓમાં સિંહો છે. અગાઉ રાજ્યના પાંચ જિલ્લામાંથી સિંહો જોવા મળ્યા હતા. ગુજરાતના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરેન્દ્ર નગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના 53 તાલુકાઓમાં હવે સિંહો છે. 1950 માં તેમની કુલ સંખ્યા 219 થી 227 ની વચ્ચે હતી. 2001 ની વસ્તી ગણતરીએ 327 સિંહોની પુષ્ટિ કરી હતી.

સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2005 માં તેમની સંખ્યા 359 હતી, જે 2010 માં વધીને 411 થઈ ગઈ. આ પછી 2015 માં તે વધારીને 523 કરવામાં આવી હતી. ત્યારબાદ 2020માં જ્યારે છેલ્લી ગણતરી કરવામાં આવી ત્યારે ગીરમાં 674 સિંહોની હાજરી જોવા મળી હતી.

છેલ્લી ગણતરીમાં કુલ 294 સ્થળોએ સિંહો જોવા મળ્યા હતા. તેમાંથી 52 ટકા સિંહ જંગલોમાં જોવા મળ્યા હતા, જ્યારે 47 ટકા સિંહો બિન-જંગલમાં હતા. માનવ વસવાટની નજીક માત્ર 2 ટકા સિંહોની હાજરી જોવા મળી હતી.


Share

Related posts

ભરૂચ : નારાયણ વિદ્યા વિહાર ખાતે નદી ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને બે મિનિટ સંવાદનો કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર-હસ્તી તળાવ ખાતે H.T.P.L ક્રિકેટ ટુ્નામેન્ટની વિજેતા ટ્રોફી ભાજપ જિલ્લા યુવા પ્રમુખના હસ્તે આપવામાં આવી…

ProudOfGujarat

કરજણ ડેમમાંથી ગોરા સુધી 18 ગામોને પાણી પહોંચાડવાની રિચાર્જ કેનાલનું કામ ખોરંભે,સમારીયા ગામના ખેડૂતોનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!