મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના મત વિસ્તારમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે 2023-24 ના વર્ષ માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
રસ્તાના કામો માટે સવા કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. રોડ રસ્તા માટેની ગ્રાન્ટ અધિકાર હસ્તક સીએમ ફાળવી શકે છે. ત્યારે રાજ્યમાં રોડ રસ્તાની સ્થિતિ રાજ્યમાં વરસાદને લઈને ખરાબ જોવા મળતી હોય છે. ગુજરાતની 12 મહિલા ધારાસભ્યો કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોને ગ્રાન્ટ સવા કરોડની ફાળવવામાં આવી છે.
ખાસ કરીને એ વિસ્તારની અંદર રોડ રસ્તા વધુ સારા થઈ શકે છે. રોડ રસ્તાની કામગિરી સીએમના પોર્ટફોલિયામાં આવે છે ત્યારે રાજ્યમાં રોડ રસ્તાના કામોને વધુ સારી રીતે કરી શકાશે. અગાઉ વધુ ગ્રાન્ટ ફાળવવા મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે આ વાતને પ્રાધાન્ય આપતા સીએમ દ્વારા 2023-24 ના વર્ષ માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.