પોલીસ દ્વારા તથ્ય પટેલના અકસ્માતના કેસ ડ્રાઈવ શરુ કરાઈ છે. જેમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો સામે આવી રહ્યા છે ત્યારે દારુ બંધી હોવા છતાં ગુજરાતમાં આ પ્રકારે દારુ ક્યાંથી આવી રહ્યો છે તે મામલે આપ નેતા ઈસુદાન ગઢવીએ સરકાર પર સવાલ ઉભા કર્યા છે. વીડીયો માધ્યમથી તેમને મેસેજ આપ્યો હતો.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ગુજરાતમાં દિવસેને દિવસે નબીરાઓ દારુ પીને અકસ્માતો કરી રહ્યા છે જેના કેસો વધી રહ્યા છે. જેગુઆરથી અકસ્માતનો કેસ હજૂ શાંત નથી થયો તેવામાં અમદાવાદમાં બીએમડબલ્યુ ચાલકે અકસ્માત કર્યો છે. એક ડ્રાઈવમાં 200થી વધુ લોકો પીધેલા પકડાયા છે. ગુજરાતમાં દારુબંધી છે તો દારુ આવે છે ક્યાંથી.
વધુમાં કહ્યું કે, આ તો ફક્ત અમદાવાદમાં એક બે દિવસની ડ્રાઈવમાં 200 થી વધુ લોકો પીધેલા પકડાયા છે. ગુજરાતમાં દારુબંધી છે તો આવે છે કયાંથી. ગુજરાતમાં કેટલો દારુ વેચાતો અને પીવાતો હશે. સરકાર એમ કહે છે કે, દારુબંધીનો ડકક અમલ છે. જો દારુબંધી છે તો આ દારુ આવે છે ક્યાંથી. ગરીબ અને મધ્યમ વર્ગને ગુજરાતમાં કચડાવવા માટે જન્મ લીધો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કથળી રહી છે માટે મુખ્યમંત્રી સ્વયંભૂ આ મામલે રસ લે તે જરુરી છે. તેમ ઈસુદાન ગઢવીએ વીડિયો જારી કરીને કહ્યું હતું.
ઈસુદાન ગઢવીએ સોશિયલ વીડિયો સાથે આ પોસ્ટ પણ શેર કરી હતી
પોસ્ટ શેર કરતા લખ્યું કે, ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે રસ્તા પર નીકળવું હવે જીવન ગુમાવવા સમાન થઈ ગયું છે, કાયદાને પગની ધૂળ સમજતા હોય એ રીતે અમુક નબીરાઓ દારૂ પીને ગમેતેમ લોકોને કચડી રહ્યા છે. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે પણ સળગતો સવાલ એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? કે ભાજપ સરકારની રહેમનજર હેઠળ આ બધું થઈ રહ્યું છે!