ભારે વરસાદના કારણે જાનહાની પણ લોકોને પહોંચી છે. રાજ્યમાં 130 લોકોના મોત વરસાદના કારણે થયા છે. જેમાં તણાઈ જવાથી સૌથી વધુ મૃત્યુ થયા છે. આ ઉપરાંત વીજળી પડવાથી તેમજ દિવાલ ધરાસાયી થવાથી પણ લોકોના મોતની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુચ વરસાદ થતા મોટી જાનહાની થઈ છે.
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ધમાકેદાર શરુઆત કરતા મોટી મુશ્કેલીઓ પણ લોકો માટે સર્જાઈ છે. જૂનાગઢ સહીતના વિસ્તારમાં શનિવારથી આભ ફાટ્યા જેવી સ્થિતિ હતી તેવી જ નવસારી અને સુરત આસપાસના વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મોટી મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો છે.
વરસાદમાં પુરમાં તણાતા 211 લોકોને ઈજા પહોંચી છે. કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં લોકો ભારે વરસાદમાં પાણીમાં તણાતા નજરે પડ્યા હતા. કેટલાકે તેમના ઘરોની છત પર દિવસ અને રાત પસાર કરવી પડી હતી તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી.
36 તણાઈ જવાથી, વીજળી પડવાથી 38 ના મોત, 211 લોકોને ઈજા પહોંચી, અસંખ્ય પશુઓના મોત