Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુંબઈમાં નહીં ગુજરાતમાં યોજાશે 2024 નો ફિલ્મ ફેર એવોર્ડ, અમદાવાદ કે ગાંધીનગરમાં યોજાશે ફિલ્મફેર

Share

69 મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે મુંબઈ નહીં પરંતુ ગુજરાતમાં યોજવામાં આવશે. દર વખતે મુંબઈમાં આ એવોર્ડ યોજાય છે જેમાં સ્ટેજ પર પરફોર્મ કરતા બોલિવૂડના કલાકારો જોવા મળશે. પ્રથમ વખત ગુજરાતમાં આ એવોર્ડ થવા જઈ રહ્યો છે. ગુજરાતી બોલિવૂડના કલાકારોનું સાક્ષી બનશે. જેના માટે અમદાવાદ કે ગાંધીનગરમાં બેમાંથી કોઈ એક શહેર પસંદ કરવામાં આવશે.

2024 નો આગામી ફિલ્મફેર એવોર્ડ સમારોહ ગુજરાતમાં યોજાય તેને લઈને આગામી સમયમાં તૈયારીઓ પણ કરાશે. આજે મુખ્યમંત્રીની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કાર્યક્રમ ગાંધીનગર કે, અમદાવાદમાં યોજાશે. આ એવોર્ડનું આયોજન ગુજરાત બહાર પ્રથમવાર થવા જઈ રહ્યું છે. જેથી ઐતિહાસિક આયોજન પણ કહી શકાય. ફિલ્મ જગતના લોકોને ગુજરાતની મહેમાનગતિ માણવામાં મોકો મળશે. રાજ્યમાં ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે સિનેમેટીક પોલિસી પણ અમલમાં મુકી છે. જેથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની દિશામાં પણ રાજ્ય આગળ વધી રહ્યું છે.

Advertisement

આ ફંકશન દરમિયાન આયોજકો, બોલિવૂડ સેલિબ્રિટીઝને ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો જેવા કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીતના સ્થળો બતાવવામાં આવશે. ત્યાંથી સ્થળ પસંદ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે એવી જગ્યા પસંદ કરવામાં આવશે કે જેમાં વધુ દર્શકો બેસી શકે અને જ્યાં પાર્કિંગની વ્યવસ્થા સરળતાથી કરી શકાય. આ સાથે સ્ટેજ પરફોર્મન્સ થઈ શકે. ટ્રાફિક મેનેજમેન્ટની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવશે.


Share

Related posts

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિનયન અને કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો.પૂર આવેલા વિસ્તારોમાં પાઉડર નો છંટકાવ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!