Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં બાયોટેક સેક્ટરમાં એક જ દિવસમાં 2 હજાર કરોડના રોકાણો માટે 15 કંપનીઓએ MOU કર્યા

Share

પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્ર સહિત એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને નવા યુગને અનુરૂપ બાયોટેકનોલોજી સેક્ટરમાં વિકાસનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. રાજ્ય સરકારે બાયોટેકનોલોજી પોલીસી 2022-27ની જાહેરાત કરેલી છે. આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકાર 25% CAPEX સપોર્ટ, પાંચ વર્ષ માટે 15% OPEX સપોર્ટ, બેંક લોન પર 7 ટકા વ્યાજ સબસીડી અને રોજગાર સપોર્ટ જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. આ બાયોટેકનોલોજી પોલીસીને સ્ટેક હોલ્ડર્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરમાં નવા રોકાણો માટે એક જ દિવસમાં બે હજાર કરોડ રૂપિયાના MOU મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરાએ રાજ્ય સરકાર વતી આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતની 13 અને મહારાષ્ટ્ર તથા દિલ્હીની એક એક એમ કુલ 15 કંપનીઓએ કરેલા આ MOU થી આવનારા બાયોટેક ઉદ્યોગોમાં અંદાજે 3 હજાર જેટલી રોજગારીનું ભવિષ્યમાં સર્જન થશે.

Advertisement

રાજ્ય સરકાર સાથે જે MOU થયા છે તેમાં મહારાષ્ટ્રની એમ્બાયો લિમિટેડ અને નવી દિલ્હીની બાયોટ્રેન્ડ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત ગુજરાતનાં સ્થાનિક ઔદ્યોગિક એકમોમાંથી આશરે 1 હજાર કરોડના રોકાણ સાથે ઝાયડસ લાઇફસાયન્સ, કોન્કોર્ડ બાયોટેક અને હેસ્ટર બાયોસાયન્સ લિ. એક નવા યુગના સ્થાનિક ટેકનોલોજી પ્લેયર, મિટીયોરિક બાયો-ફાર્માસ્યુટિકલ પ્રા. લિ. દ્વારા આશરે 500 કરોડના પ્રતિબદ્ધ રોકાણો તેમજ એન્ડોક બાયોટેક પ્રા.લિ.,ગુજરાત થેમિસ બાયોસીન લિ.સ્ટીવિયાટેક લાઈફ પ્રા. લિ.,સેલેક્સિસ બાયોસાયન્સ પ્રા. લિ.,કનિવા બાયોસાયન્સ પ્રા. લિ. અને અન્ય ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.

આ MOU માં મુખ્યત્વે ફર્મેન્‍ટેશન આધારીત APIS અને બાયોફર્ટીલાઈઝર્સ સેક્ટર, તથા પ્રિસીઝન ફર્મેન્‍ટેશન, એનિમલ ટિશ્યુ કલ્ટીવેશન જેવા નવા ક્ષેત્રોમાં રોકાણોનો સમાવેશ થયેલો છે.રાજ્યના કચ્છ અને દેવભૂમિદ્વારકાથી લઈને વાપી-વલસાડ સુધીના વિવિધ જિલ્લાઓમાં આ ઉદ્યોગો આવનારા દિવસોમાં શરૂ થશે. ગજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન GSBTM નોડલ એજન્સી તરીકે કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર GBRC અને વડોદરા નજીક સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્‍ક્યુબેટર STBI અને ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટી પણ કાર્યરત છે.


Share

Related posts

રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે PM મોદી બપોરે 3 વાગ્યે દેશભરના તબીબોને સંબોધશે.

ProudOfGujarat

ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક સોસાયટીનાં સિધેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

અંકલેશ્વરની બે કંપનીઓનાં સહયોગથી ટ્રાફિક પોલીસને 10 કવોરંટીન સેલ ઇનર વીલ કલબ દ્વારા આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!