Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરથી UP ATS ની સતત પૂછપરછ

Share

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની UP ATS સતત પૂછપરછ કરી રહી છે. સીમાથી અજાણ્યા સ્થળે છેલ્લા કેટલાય કલાકોથી પૂછપરછ ચાલી રહી છે. ATS ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીમાને જે પણ સવાલ પૂછવામાં આવે છે, તેના જવાબમાં તે માત્ર એટલું જ કહી રહી છે કે હું સચિનના પ્રેમમાં અહીં આવી છું. સીમાએ પૂછપરછ દરમિયાન નોઈડા પોલીસને પણ આવો જ જવાબ આપ્યો હતો. આ કેસમાં સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચ્નીંગ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી કોઈ મોટી વાત બહાર આવી નથી.

ATS ના સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ ખૂબ જ કડક પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હશે. જેના કારણે તે ખૂબ જ સાવચેતીથી જવાબો આપી રહી છે. આથી પોલીસ હવે પૂછપરછ દરમિયાન મનોવૈજ્ઞાનિકને તેમની સાથે બેસાડી શકે છે જેથી સીમા પર બારીકાઈથી નજર રાખી શકાય.

Advertisement

યુપી ATS ની ટીમે સીમા અને સચિનને ​​એકસાથે બેસાડ્યા અને ઘણા મહત્વના પુરાવાઓની પૂછપરછ કરી હતી. જેમાં નેપાળમાં તેમની મુલાકાત અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. અગાઉ કહેવામાં આવ્યું હતું કે બોર્ડર પરથી બે પાસપોર્ટ મળી આવ્યા છે. આ સિવાય પોલીસને તેની પાસેથી એક ઓળખપત્ર પણ મળ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સીમા અને સચિન નેપાળમાં પણ મળ્યા હતા, જ્યાં બંને લગભગ એક અઠવાડિયા સુધી એક હોટલમાં રહ્યા હતા.

સીમા મે મહિનામાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી અને હવે તે તેના ભારતીય પાર્ટનર સચિન મીના સાથે ગ્રેટર નોઈડામાં રહે છે. સીમા પાસે ઘણા ફોન અને અન્ય વસ્તુઓ મળવાના કારણે તેના પર શંકા થઇ હતી, ત્યારબાદ યુપી ATS એ તેને કસ્ટડીમાં લીધી હતી. સીમા અને સચિનની 4 જુલાઈએ ગ્રેટર નોઈડા પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ કોર્ટે 7 જુલાઈએ બંનેને જામીન આપ્યા હતા.


Share

Related posts

અમદાવાદ જીલ્લાના વિરમગામમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત મેલેરીયા અંગે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ લોકો ગેરમાર્ગે દોરાય તેવી ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયામાં કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

પાણી પ્રદૂષણ અંગે વિડિયો વાયરલ કરવો યુવકને પડયો ભારે, સાત શખ્શોએ માર મારતાં પોલીસમાં કરી ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!