મુંબઈ અને સુરત વચ્ચે દોડતી દેશની પ્રથમ ડેબલ ડેકર ફ્લાઈંગ રાની ટ્રેનનું ટેગ હટાવાયું. હવે એલએચબી રેન્ક સાથે ટ્રેન દોડશે. 117 વર્ષ જૂની આ ટ્રેન છે. જેમાં 44 વર્ષ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, ટ્રેનને વધુ આરામદાયક બનાવવા માટે ફ્લાઈંગ રાની એક્સપ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવી રેન્કમાં ડબલ રેન્કમાં આ ટ્રેન નહીં દોડે અન્ય એક્સપ્રેક્સ ટ્રેનની જેમ દોડશે. ટ્રેનને વધુ આરામદાયક બનાવવા માટે ફેરફાર કરવામાં આવ્યો છે. 1906માં પ્રથમ વખત ટ્રેનની શરુઆત કરવામાં આવી હતી. વલસાડના જિલ્લા કલેક્ટરના પત્નીએ આ ટ્રેનનું નામ ફ્લાઈંગ રાની રાખ્યું હતું. 44 વર્ષ પહેલા 1979માં ફ્લાઈંગ રાનીને ડબલ ડેકરમાં રુપાંતરીત કરવામાં આવી હતી.
મુંબઈ અને સુરત વચ્ચે દોડનારી દેશની પ્રથમ ડબલ ડેકર ટ્રેન હવે ઈતિહાસ બની જશે. ફ્લાઈંગ રાની હવે ડબલ ડેકર તરીકે નહીં પરંતુ રાજધાની, તેજસ અને અન્ય એક્સપ્રેસ ટ્રેનોની જેમ દોડશે. ફ્લાઈંગ એક્સપ્રેસ ટ્રેનને અપગ્રેડ કરવામાં આવી છે. ટ્રેનને નવા લુક સાથે ડિઝાઇન કરવામાં આવી છે જે 110 કિમીની ઝડપે દોડી શકે છે.