અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ જાહેર થયા છે. એસ જયશંકર ઉપરાંત આ વખતે અન્ય નવા નામોનો ઉમેરો થયો છે. તેવા બાબુ દેસાઈ અને કેશરીસિંહ ઝાલા આગામી સમયમાં શપથ લેશે.
20 જુલાઈથી શરુ થનાર સત્રમાં ત્રણેય સાંસદોની શપથ વિધી થશે. કોંગ્રેસનું આ વખતે ધારાસભ્યોનું પુરુતું સંખ્યાબળ ન હોવાથી તેમજ અપક્ષના ફોર્મ પરત ખેંચાતા રાજ્ય માટે ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
કોંગ્રેસનું સંખ્યાબળ 17 થાય છે જો કે, ચૂંટણી માટે 45 જેટલા ધારાસભ્યોના મત જરુરી છે ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા ચૂંટણીથી અડગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી એક પણ ફોર્મ ભરાયું નથી. ત્યારે ભાજપે ડમી ઉમેદવારોના ફોર્મ પરત લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપમાંથી રજની પટેલ, રઘુ હુંબલ અને પ્રેરક શાહે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા જેમણે ફોર્મ પરત ખેંચ્યા છે જેથી બિન હરીફ રીતે ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર આ વખતે પહેલાથી જ સ્પષ્ટ માનવામાં આવતું હતું. 156 સીટ પર જીત મેળવી હોવાથી ભાજપના ફાળે 3 રાજ્યસભાના ઉમેદવારોની સીટો આસાનીથી મળી છે. બિનહરીફ જાહેર થયેલા ત્રણેય ઉમેદવારો હવે 20 જુલાઈએ સાંસદ તરીકે શપથ લેશે.