Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો હોબાળો, ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે SIT ની રચના કરવા માંગ

Share

તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીમાંથી Bsc નર્સિંગની 28 ઉત્તરવહીઓ ગાયબ થવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજે NSUI એ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસમાં જઈને સુત્રોચ્ચાર કરીને ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે જવાબદાર પરીક્ષા નિયામકને સસ્પેન્ડ કરવા ઉપરાંત તપાસ કરવા માટે SIT રચવા માંગણી કરી છે.

ઉત્તરવહી ગાયબ થવા મામલે NSUI એ જ ખુલાસો કર્યો હતો. આ મામલે 48 કલાક બાદ પણ યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજે NSUI ના કાર્યકરો યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાએથી રેલી કાઢીને ભેગા થયા હતા. કુલપતિ અને પરીક્ષા નિયામક વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને NSUI ના 200 થી વધુ કાર્યકરો કુલપતિ વિરોધી સૂત્રોચ્ચાર કરતા કુલપતિ ઓફિસ પહોંચ્યા હતા. NSUI ના કાર્યકરોએ કુલપતિ ચેમ્બરમાં જઈને કુલપતિ પાસે કાર્યવાહી ન કરવા માટેના કારણ માગ્યા હતા.

Advertisement

કુલપતિએ સમગ્ર મામલે પોલીસ તપાસનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે, NSUI એ કડક શબ્દોમાં કુલપતિને આ મામલે જવાબદાર પરીક્ષા નિયામક તથા વિભાગના કોર્ડિનેટર સામે યુનિવર્સિટી કક્ષાએ કાર્યવાહી કરવા માગ કરી હતી. NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, પેરામેડિકલમાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાડ ચાલી રહ્યું છે. નર્સિંગના વિદ્યાર્થીઓને પણ 50 હજાર રૂપિયામાં પેપર લખાવવામાં આવતા હતા. આ કૌભાંડ યુનિવર્સિટીના ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.


Share

Related posts

બૌડા દ્વારા નંદેલાવ રોડ પર આવેલ ૨ કોમ્પ્લેક્સ સીલ કરાયા.હજી પણ બૌડાના કાયદાની વીજળી ત્રાટકે તેવી સંભાવનાના પગલે ફફડાટ…

ProudOfGujarat

નેત્રંગ મોવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના, ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત નીપજયું

ProudOfGujarat

બરોડા ડેરીની સામાન્ય સભામાં ભાવફેરના રૂ.72 કરોડ ચુકવવાની જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!