વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક એક પછી એક થઈ રહી છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં 50 ટકા જેટલા પાણીની આવક થઈ ચૂકી છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં 56 ટકા કરતા વધુ પાણીની આવક થઈ ચૂકી છે. ત્યારે હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે નવા નીરની આવકમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.
207 ડેમોમાં 45 ટકાથી વધુ પાણી, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 49 ટકા કરતા વધુ પાણી, મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 29 ટકા કરતા વધુ પાણી, દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 35 ટકા કરતા વધુ પાણી, કચ્છના 20 ડેમમાં 50 ટકા કરતા વધુ પાણી, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 49 ટકા પાણી, સરદાર સરોવર ડેમમાં 56 ટકા કરતા વધુ પાણીની આવક
રાજ્યમાં જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છે જ્યાંથી ગુજરાતના વિવિધ ભાગોમાં ખેતી માટે પાણી છોડવામાં આવે છે. નર્મદા કેનાલની ખેતી પર ખેડૂતો નિર્ભર રહે છે અને આવક રળે છે ત્યારે જીવાદોરી સરદાર સરોવર ડેમ પણ 56 ટકા ભરાયો છે. ત્યારે વધુ આ ડેમમાં પાણીની આવક થઈ શકે છે. જોકે બીજી તરફ ચોમાસાની આ શરુઆત છે અને નવા નીરની આવક અત્યારથી જ થઈ રહી છે. ડેમો એક પછી એક છલકાતા ઉનાળામાં પાણીના પ્રશ્નો પણ નહીં રહે.